વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ, તા-04 એપ્રિલ : ઉનાળાના રજાઓને વધુ માણવા અને બાળકોને કંઈક નવું શીખવવાના ધ્યેય સાથે સ્મૃતિવન ભૂકંપ મ્યૂઝિયમ અને મેમોરિયલ દ્વારા બાળકો માટે એક અનોખા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ એપ્રિલ 5 અને 6 ના રોજ એટલે કે આ વિકેન્ડ સ્મૃતિવનમાં બપોરે 3:30 થી સાંજે 6:30 સુધી દરમિયાન યોજાશે. આ સમર કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ પ્રવૃતિઓની સાથે જ્ઞાન પીરસવામાં આવશે. આ સમર કેમ્પમાં આર્ચરી, ડાન્સ, ફોટોગ્રાફી, વિવિધ રમતો, વિશ્વની ભૌગૌલિક બાબતો અને ફ્લાઈટ રૂટ વિશેની ઊંડી સમજણ બાળકોને આપવામાં આવશે. બાળકો સ્મૃતિવનના પ્રાકૃતિક પરિસરમાં વિવિધ રમતો રમીને સ્વાદિષ્ટ નાસ્તાની પણ મજા માણી શકશે. આ સમર કેમ્પમાં રજિસ્ટ્રેશન માટે વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક નંબર 6357799991 ઉપર કોન્ટેક કરીને વધુ વિગતો મેળવી શકાશે.