ANANDANAND CITY / TALUKOGUJARAT

દવાના વેપારીઓ દ્વારા દવાના બીલ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ લગાવી મતદારોને જાગૃત કરવાનું અનોખુ અભિયાન હાથ ધરાયુ

દવાના વેપારીઓ દ્વારા દવાના બીલ પર મતદાન જાગૃતિના સ્ટેમ્પ લગાવી મતદારોને જાગૃત કરવાનું અનોખુ અભિયાન હાથ ધરાયુ

તાહિર મેમણ – આણંદ : 08/04/2024 -+
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે “સ્વીપ” કાર્યક્રમ અંતર્ગત વિવિધ મતદાન જાગૃત્તિ અભિયાન હાથ ધરાઈ રહ્યા છે.

મતદાન જાગૃત્તિ અભિયાન હેઠળ આણંદ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે પોષક મેડિસીન્સ ખાતે મતદાર જાગૃતિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ દવાના વેપારી દ્વારા તેમની દુકાને દવા લેવા આવતા ગ્રાહકોને આપવામાં આવતા બીલ ઉપર ‘‘ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ : લોકસભા ચૂંટણી-૨૦૨૪” નો સ્ટેમ્પ મારીને જિલ્લામાં મતદારો વધુમાં વધુ મતદાન કરવા પ્રેરાય તેવું સરહાનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.

મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશીએશન દ્વારા હાથ ધરવામાં આવેલ આ અભિયાનમાં આણંદ તાલુકાની ૩૭૦ જેટલી દવાના દુકાનદારો સહભાગી બન્યા છે. આ તમામ દવાની દુકાનોમાં આવતા ગ્રાહકોને આપવામાં આવતા બીલમાં આ પ્રકારનો મતદાર જાગૃતિના સંદેશ દર્શાવતા સ્ટેમ્પ મારીને પ્રત્યેક મતદારો સુધી મતદાન અવશ્ય કરવાનો સંદેશ પહોંચાડાશે. આણંદ તાલુકાના દવાના વેપારીઓ ઉપરાંત આગામી દિવસોમાં ક્રમશ: અન્ય તાલુકામાં આવેલ દવાના વેપારીઓ દ્વારા પણ દવાના બીલ પર ચૂંટણીલક્ષી સ્ટેમ્પ લગાવી મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!