કડાણા તાલુકાના ગોધર ખાતે જયઅંબે ગ્રામ વિકાસ મંડળ,ખેડૂત વિકાસ મંડળો, સહભાગી વન મંડળીઓ અને ગ્રામ પંચાયતો દ્વારા ફાઉન્ડેશન ફોર ઈકોલોજીકલ સિકયુરીટી (એફ.ઈ.એસ.) સંસ્થાના સહયોગથી ગ્રામ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં ગ્રામ સંગઠનો દ્વારા આજીવિકા, સામુહિક વન અધિકાર, ગ્રામ વિકાસ આયોજન, પર્યાવરણ જાળવણી, સરકારી યોજનાઓ, આદિવાસીઓમાં શિક્ષણ, ફોરેસ્ટ રાઇટ એક્ટ અંગે ચર્ચા, સ્થાનિક સ્વશાસન અને જીપીડીપીનું મહત્વ અને સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા અને સંવાદ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રીએ લગ્નના ખોટા ખર્ચા ઓછા કરવા સમૂહ લગ્નનું આયોજન કરવા અપીલ કરી હતી જેને સૌએ વધાવી લીધી હતી. કચ્છના કુનરિયા ગામની બાલિકાઓ પંચાયત કેવી રીતે ચલાવે છે તે અંગે ભારતીબેન ગરવાએ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સંતરામપુર અને કડાણા તાલુકાના આગેવાનો, ગ્રામ્ય મંડળો, પંચાયતો દ્વારા વિસ્તારના વિવિધ પ્રશ્નો અને વિસ્તારનું આજિવિકા આયોજન જમા કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, કડાણા તાલુકા પ્રમુખ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે ગ્રામ સવાદ કાર્યક્રમ એફ.ઈ.એસ. સંસ્થા પ્રેરિત ગ્રામ સંગઠનો તથા ફેડેરેશન દ્વારા વર્ષમાં બે વખત આયોજન કરવામાં આવે છે, જેમાં એક કાર્યક્રમ સંતરામપુર તાલુકાના અને કડાણા તાલુકાના અલગ અલગ ગામમાં આયોજન કરવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ ૨૦૧૩માં માનગઢ ખાતેથી કરવામાં આવી હતી.