અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં અનુસૂચિત જાતી સમાજના બાળકો માટે અસ્વચ્છ બાળકો શબ્દનો નો ઉપયોગ કરતી પોસ્ટ વાયરલ, સામાજિક લાગણી દુભાઈ
અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગત 17 સપ્ટેમ્બરના રોજ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દીવસથી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવા માં આવ્યું છે,લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે પરંતુ તંત્રના કેટલાક જાતિગત માનસિક વિકૃતિ ધરાવતા જ કર્મચારીઓ ધજીયા ઉડાવી રહ્યા હોવાની એક પોસ્ટ વાયરલ થઈ છે,અરવલ્લી જિલ્લાના ભિલોડા બી આર સી,ચેતના પટેલ દ્વારા કરવામાં આવેલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,પ્રતિ T P E O, B R C શ્રી ઓ,ઉક્ત યાદી આપણા તાલુકાના S C સમાજના અસ્વચ્છ વ્યવસાય ના વિદ્યાર્થીઓની ધોરણ બે થી આઠ ની યાદી છે, યાદી અને ધોરણ ના વિદ્યાર્થીઓ સહિતની ઇ K Y C ની કામગીરી ટોપ પ્રાયોરીટીમાં પૂર્ણ કરવાની છે,જેથી ઉક્ત યાદી અને ધોરણ એક ના,S C અ સ્વચ્છ વ્યવસાય ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પ્રપોઝલ સત્વરે પૂર્ણ કરી શકાય ના,એક મેસેજ ની વાયરલ પોસ્ટ સામે સવાલો ઉઠ્યા છે,સાથે સામાજિક લાગણી પણ દુભાતા લોકો રોષ ઠાલવી રહ્યા છે,અરવલ્લી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટ કરવું જોઈએ કે,અનુસૂચિત જાતી સમાજના અસ્વચ્છ બાળકો શબ્દનો અર્થ શું થાય,આવા શબ્દનો પ્રયોગ કરી શકાય કે નહીં ,જો કરી શકાય તો એની સ્પષ્ટતા કરવી જરૂરી છે,કારણકે આવી પોસ્ટથી લોકોની સામાજિક લાગણી દુભાતી જાય છે,અરવલ્લી જિલ્લામાં હાલ ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અભિયાન માં આવા લોકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.