તા. ૦૯. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સિંગવડ તાલુકામાં પીડિત મહિલાને સંતાન માં દીકરોના હોવાથી હેરાન થતા પરિણીતાની મદદે અભયમ લીમખેડા
આજરોજ સિંગાવડ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાએ ૧૮૧ પર ફોન કરીને જણાવેલ કે તેઓને પતિ તેમજ બીજી પત્ની દ્વારા અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવે છે તેમ જણાવતાં ૧૮૧ અભાયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને વાતચીત કરી કાઉન્સિલગ દરમિયાન જણાવેલ પીડિતાને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને બે દીકરીઓના લગ્ન પણ થઇ ગયેલ છે અને પીડિતાને સંતાનમાં દીકરો ન હોવાના કારણે પીડિતાની સગી બહેનને બીજી પત્ની તરીકે લાવેલ છે જેમાં આ બીજી પત્ની લાવ્યા ત્યારથી જ પીડિતાને અને તેમની દિકરીઓને અવાર નવાર શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવે છે અને મરિ જવા માટેની ધમકીઓ પણ આપેલ છે તેમ જણાવતાં ૧૮૧ ટીમ દ્વારા પતિને અને તેમની બીજી પત્નીને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવેલ પરંતુ તેઓએ પોતાની ભૂલ સ્વીકારેલ નહિ અને પીડિતાની ભૂલ કાઢતા હોય જેથી ટીમ દ્વારા પીડિતાને પોલીસ સ્ટેશન વિશે માર્ગદર્શન આપતા તેઓ પણ આગળ કાર્યવાહી કરવા માગતા હોય જેથી પીડિતાને સંપૂર્ણ ન્યાય મળી રહે માટે રંધિકપુર પોલિસ સ્ટેશન અરજી અપાવેલ છે અને ભરણ પોષણ માટે વિવિધલક્ષી મહિલા કલ્યાણકેન્દ્ર વિશે પણ માહિતી આપતા પીડિતાએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ છે