ફૈઝ ખત્રી….શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા 11 KV ઝાંઝડ ફીડર ના 67 જેટલા ખેડૂતોએ સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ખેતી વિષયક વીજ જોડાણ સ્કાય વીજ જોડાણમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.આ વીજ જોડાણ ની બાકી પડતાં લેણા ની રકમ ભરપાઈ કરવામાં આવી ન હોય,નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગીય કચેરી શિનોર MGVCL ધ્વારા લેણા ની બાકી રકમ ભરપાઈ કરવા ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે,આ નોટિસનો વિરુદ્ધમાં 67 જેટલા ખેડૂતો શિનોર MGVCL કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા અને સ્કાય યોજના સંદતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે તમામ ખેડૂતોને મૂળ કનેક્શન ની ટેરિફમાં સમાવેશ કરવા માંગ કરી હતી.આ દરમિયાન એક ખેડૂત દ્વારા MGVCL વિભાગીય કચેરી ડભોઇના કાર્યપાલક ઈજનેર સાથે ટેલિફોનીક વાતચીત કરતા કહેલ કે આટલું બધું દેવું થઈ ગયું છે હવે ભરી શકાય તેમ નથી.કદાચ ખેડૂત આપઘાત કરવા પણ પ્રેરાય શકે છે તો અધિકારીએ એવું કહ્યું હતું કે તમારા ખેડૂતને આપઘાત કરવો હોય તો કરવા દો તેમ કહેતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો,અને શિનોર MGVCL કચેરી ખાતે ધરણા પર ઉતરી ગયા હતા.