વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ ;- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૪ ફેબ્રુઆરી : રાષ્ટ્ર કે હિત મે શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક ઔર શિક્ષક કે હિત મે સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતુ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર, શિક્ષણ, શિક્ષાર્થી તેમજ શિક્ષક હિતમાં સદૈવ ચિંતા અને ચિંતન કરતુ એક રાષ્ટ્રવાદી તેમજ રાષ્ટ્રવયાપી સંગઠન છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ-કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ તેમજ સરકારી સંવર્ગના સંયુક્ત ઉપક્રમે SSC અને HSC બોર્ડ-2025 ની પરીક્ષા આપનાર કચ્છ જિલ્લાના વિધાર્થીઓને ગુજરાતી માધ્યમના મુખ્ય વિષયોનુ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે એ ઉમદા હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. જેમા કચ્છના અનેક વિષય તજજ્ઞ તેમજ અનુભવી શિક્ષકોની ટીમ વિધાર્થીઓને માર્ગદર્શનની સાથે સાથે તનાવ મુક્ત અને પ્રસન્નતા યુક્ત બોર્ડની પરીક્ષાઓ કઈ રીતે આપી શકાય એ અંગેનુ યોગ્ય માર્ગદર્શન પણ આપશે. આ માટે સાંજે 5:00 થી 7:00 સુધી હેલ્પલાઇન ચાલુ કરવામા આવેલ છે અને ત્યારબાદના સમયગાળામાં વોટ્સ એપ પર મૂંઝવતા પ્રશ્નો મૂકી શકાશે. આ હેલ્પલાઇનમાં મૂરજીભાઇ ગઢવી, (પ્રાંત ઉપાધ્યક્ષ કોર ટીમ) ના માર્ગદર્શન હેઠળ અલ્પેશભાઈ જાની-અધ્યક્ષ, ધર્મેન્દ્રભાઇ પરમાર-મહામંત્રી (ABRSM-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ) અને નયનભાઈ વાંઝા-અધ્યક્ષ, શૈલેન્દ્રસિંહ જાડેજા-મહામંત્રી (ABRSM-કચ્છ સરકારી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ) સંયોજક તરીકે સેવાઓ આપી રહેલ છે. છેલ્લા બે વર્ષોથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની વિધાર્થીઓ તેમજ શિક્ષણ હિતમાં આ સંકલન કાર્ય કરી રહ્યા છે અને જે પરંપરાને આગળ વધારતા આ વર્ષે પણ એસ.એસ.સી.ના તમામ મુખ્ય વિષયો, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ચાર તેમજ આર્ટસના પાંચ વિષયો સાથે આ શિક્ષણ સેવા યજ્ઞ ચાલુ કરવામા આવેલ છે. મુખ્ય વિષયો ઉપરાંત બોર્ડ પરીક્ષાને લગતુ તનાવ મુક્ત કરનારુ અને પ્રસન્નતા યુક્ત પરીક્ષા આપવા માટેનુ માર્ગદર્શન પણ હેલ્પલાઇનના માધ્યમથી અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવશે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલની યાદીમાં જણાવવામાં આવેલ છે.
ABRSM કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ
તનાવ મુક્ત…પ્રસન્નતા યુક્ત…SSC-HSC બોર્ડ પરીક્ષા હેલ્પલાઇન-2025
ધોરણ-10 (SSC) – ગણિત:-1.કિશનભાઇ પટેલ-9537925049,(2) ચેતનભાઇ લાખાણી-8849364629,(3) જાગૃતિબેન વકીલ-9586685463
વિજ્ઞાન:-1.નિલેશભાઈ વાઘેલા-8758900646,(2). શ્રી ધર્મેન્દ્રભાઇ પરમાર-9687685618,(3). કીર્તિભાઇ પરમાર-9104750627.
અંગ્રેજી:-1.અલ્પેશભાઇ જાની-9879600488,(2). શૈલેન્દ્રસિંહ જાડેજા-9033942467,(3) કાંતિલાલ ચૌહાણ-9427250160
સામાજિક.વિજ્ઞાન:-1.એલ.વી.સોરઠીયા-9979714880,(2).અલ્પેશભાઇ જાની-9879600488,(3) તખતસિંહ સોઢા-9428084188,
ગુજરાતી:-1.બાબુભાઈ પરમાર-9712343688, (2). રૂપેશભાઇ સોલંકી-8160021205,(3).તૃપ્તિબેન ભટ્ટ -6352501615,
સંસ્કૃત:-1.હરિભાઈ ગઢવી-7984144655
હિન્દી:-1.તૃપ્તિબેન ભટ્ટ- 6352501615
ધોરણ-12 (HSC) (વિજ્ઞાન પ્રવાહ)
ભૌતિક વિજ્ઞાન:-1.અમોલભાઈ ધોળકીયા-9825367161,
રસાયણ વિજ્ઞાન:-1.કશ્યપભાઈ પંડ્યા-98258 60889,
જીવ વિજ્ઞાન:-1.રવિભાઈ રાવલ – 90999 64698
ગણિત:-1.સેજલબેન માનસત્તા- 90993 72637
ધોરણ-12 (HSC) (આર્ટસ)
અંગ્રેજી:- 1.ભૂમિબેન વોરા – 9409397779
મનોવિજ્ઞાન:- 1.અલ્પાબેન ગોસ્વામી- 9099815970,
અર્થશાસ્ત્ર:-1. રમેશભાઈ ડાભી- 9726653541
સંસ્કૃત/ગુજરાતી:-1.ડૉ પૂજાબેન જોષી-9913688543
વિષય સિવાયના પરીક્ષાને લગતા મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શન માટે નીચે મુજબના શિક્ષક મિત્રોનો સંપર્ક સાધવો.1. અલ્પેશભાઈ જાની-9879600488,
2. વિરેનસિંહ ધલ-9724719571
3. ડૉ પૂજાબેન જોષી-9913688543
4. અમોલભાઈ ધોળકીયા-9825367161
5. જાગૃતિબેન વકીલ-9586685463.