ABRSM- કચ્છ દ્વારા ગાંધીધામ તાલુકામાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૧૯ ઓગસ્ટ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ દ્વારા મહર્ષિ વેદ વ્યાસની પાવન સ્મૃતિમાં ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતેની મૈત્રી કન્યા વિદ્યાલય ખાતે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા ગુરુવંદના સાથે કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની વિવિધ સંગઠનાત્મક ગતિવિધિઓ અને કાર્યક્રમો અંગે સૌને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય વક્તા મૈત્રી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય અજીતસિંહ દ્વારા ગુરુ પદનો મહિમા અને માર્ગદર્શન આપતા ગુરુની ગરિમા જાળવવા અનુરોધ કરાયો તેમજ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધની વિસ્તૃત છણાવટ કરી.આ પ્રસંગે આવકાર અને પરિચય કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક મહામંત્રી હિતેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિશેની અને સંગઠનાત્મક ગતિવિધિઓ ની માહિતી કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક સંગઠન મંત્રી મોહનભાઈ માતા દ્વારા આપવામાં આવી.આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગ્રાન્ટેડ પ્રાથમિક અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી, મહામંત્રી હિતેશભાઈ સોલંકી, સંગઠન મંત્રી મોહનભાઈ માતા, ઉપાધ્યક્ષ પાર્વતીબેન મહેશ્વરી, મૈત્રીકુમાર પ્રાથમિક આચાર્ય અજીતસિંહ, આદર્શ કુમાર પ્રાથમિક આચાર્ય મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનભાઈ માતા દ્વારા કરાયું હતું.



