વિજાપુર કનકપુરા હિંમતનગર હાઇવે રોડ ઉપર ટ્રેકટર અને એક્ટિવા વચ્ચે અકસ્માત એક્ટિવા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કનકપુરા હિંમતનગર હાઇવે રોડ ઉપર ટ્રેકટર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ૧૦૮ મારફતે સ્થાનીક સરકારી હોસ્પીટલ મા સારવાર માટે લાવવા મા આવ્યો હતો. જોકે અકસ્માત ને લઈ દવાખાના મા ટોળા ઉભા થયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઈજા ગ્રસ્ત એક્ટિવાના ચાલકને હિંમતનગર ખાતે વધુ સારવાર માટે ખસેડાયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ કનકપુરા હિંમતનગર હાઇવે રોડ ઉપર એક્ટિવા લઇને બપોરના સમયે શબ્બીર ભાઈ એહમદ કુરેશી કોઈ કામસર નીકળેલા તે સમયે એક્ટિવા અને પસાર થઈ રહેલો ટ્રેકટરની ટક્કર વાગતા એક્ટિવા ચાલક શબ્બીર ભાઈ કુરેશીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી.અકસ્માત ને પગલે ટોળે ટોળા ફરી વળ્યા હતા. અકસ્માત ની જાણ ૧૦૮ ને કરતા તાત્કાલિક આવી પોહચી હતી. અને ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી દવાખાના ખાતે લાવવા આવ્યો હતો. જ્યાં માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી હિંમતનગર સિવિલ ખાતે વધુ સારવાર માટે ખસેડવા મા આવ્યો હતો. જોકે અકસ્માત ને લઈ પોલીસ મથકે જાણ કરવા મા આવી છે.