ચેક રિટર્નના બે કેસમા કાલોલ કોર્ટે કરેલી સજા અને 4.5 લાખના વળતર ના હુકમને એડી. સેશન્સ કોર્ટે રદ કરી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો.

તારીખ ૦૨/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ના કયામુદ્દીન જેરુદિન શેખ સામે કાલોલ ગાયત્રી નગરીમાં રહેતા મયુરભાઈ રણછોડભાઈ પટેલ દ્વારા કાલોલ ની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્ન ના અલગ અલગ બે કેસ કરેલા એક કેસમાં રૂ ૨ લાખના ચેક રીટર્ન અને બીજા કેસમા રૂ ૨.૫ લાખના ચેક રીટર્ન ની ફરિયાદો આપેલ જે બન્ને કેસ માં કાલોલ કોર્ટે આરોપી કયામુદ્દીન જેરુદિન શેખ ને અલગ અલગ ગુના બાબતે એક એક વર્ષની સજા અને વળતર ના હુકમ તા ૨૯/૦૮/૨૪ ના રોજ કરેલ. જે બંને હુકામોને કયામુદ્દીન શેખ દ્વારા પોતાના એડવોકેટ જે બી જોશી મારફતે હાલોલના એડી સેશન્સ કોર્ટમાં અપીલ કરી પડકારેલ. કેસની મુખ્ય વિગત જોતા ફરિયાદી મયુરભાઈ રણછોડભાઈ પટેલ દ્વારા આરોપી કયામુદ્દીન જેરુદિન શેખ સાથે જમીન ખરીદવા કરાર કર્યો હતો અને એ માટે રૂપિયા ચાર લાખ આરોપીને ( કયામુદ્દીન) ને ચૂકવ્યા હતા ત્યારબાદ આરોપી જમીન વેચવા માંગતા ન હોવાથી રકમ પરત આપવાના ભાગરૂપે ₹2,50,000 નો અને રૂપિયા 2,00,000/ નો એમ બે ચેક અલગ અલગ તારીખના લખી આપ્યા હતા જે બન્ને ચેક રિટર્ન થયા બાદ કાલોલ કોર્ટ મા ફરિયાદ દાખલ કરી હતી.જે બન્ને કેસની બે અપીલ દરમ્યાન આરોપી કયામુદ્દીન જેરુદિન શેખ તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી મુખ્ય બચાવ આરોપીએ સિક્યોરિટી પેટે આપેલ ચેકોનો ફરિયાદીએ દુરુપયોગ કર્યો છે આરોપીએ અને ફરિયાદીએ કોઈ કરાર થયેલ નથી ફરિયાદી અને આરોપીના સગા યાકુબભાઈ બેબલભાઈ અને અન્યો વચ્ચે મિલકત સંબધી વ્યવહાર થયેલ હતો અને તે સંબધે કરાર કર્યો હતો તે પેટે આરોપીએ પોતાના ચેક સિક્યોરિટી પેટે ફરિયાદીને આપેલ જે કરાર રદ કરેલ અને આ પૈસા પરત પણ આપી દીધા હતા પણ ફરિયાદીએ સિક્યુરિટી પેટે રાખેલ આરોપીના ચેક પરત આપેલ નહોતા અને તેનો દુરુપયોગ કર્યો હતો આરોપીએ પોતાના બચાવમાં નીચલી કોર્ટે સમક્ષ સાહેદ પણ રજૂ કરેલ અને રદ કરેલો એગ્રીમેન્ટ ની સર્ટિફાઇડ કોપી પણ રજૂ કરી હતી તથા સાક્ષી તરીકે રજૂ કરેલા યુસુફભાઈ એ જણાવેલ કે તેમના અને ફરિયાદી વચ્ચે કરાર થયેલ છે ફરિયાદીએ વેચાણ કરાર રદ કરેલ છે વધુમાં આ વ્યવહારો આરોપીના કાકા સાથેના વ્યવહારો હોવાનું પણ જુબાનીમાં જણાવેલ ફરિયાદી એ પોતાને ઉલટ તપાસમાં જણાવેલ કે આરોપી સાથે કોઈપણ બાના ખર્ચ થયા નથી વધુમાં ફરિયાદીએ લીગલ નોટિસ તેમજ ફરિયાદ અને સોગંદનામાની સર તપાસમાં કોઈપણ જમીનના સર્વે નંબરનો તેમજ કરાર અંગેનો તેમજ કઈ તારીખે કરાર કર્યો તે અંગે, કોની હાજરીમાં પૈસા ચૂકવ્યા તેમજ ચાર લાખ રૂપિયા કઈ તારીખે આરોપીને આપ્યા વધુમાં પોતાની આવકનો સ્ત્રોત શું છે તે પણ એક પણ પ્રકારનો પુરાવો આપેલ નથી વધુમાં આરોપીએ ફરિયાદી અને આરોપીના કાકા સાથેના વ્યવહારો પુરવાર કર્યા છે વધુમાં બંને ચેકોની રકમ ₹4,50,000 ની થાય છે તથા ફરિયાદમાં જણાવ્યા મુજબ ₹4,00,000 ફરિયાદીએ આરોપીને ચૂકવ્યા હતા તેથી લેણી રકમ કરતા ચેક ની રકમ વધારે છે જે સમગ્ર કેસમાં શંકા ઉત્પન્ન કરે છે ફરિયાદીએ પોતાની લેણી રકમ શંકા રહિત પુરવાર કરવાની હોય પરંતુ તે પુરવાર કરી શક્યા નથી તેથી હાલોલના એડિશનલ સેશન્સ જજ વી. એન.મપારા ની કોર્ટ દ્વારા આરોપીની બંને અપીલો તેમજ એડવોકેટ જે.બી જોશીની દલીલો માન્ય કરી કાલોલના જયુ મેજિસ્ટ્રે દ્વારા કરેલ સજા અને વળતરના બંને હુકમ રદ કરી આરોપી કયામુદ્દીન જેરુદિન શેખ ને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરેલ.








