GUJARATKUTCHMANDAVI

મહાકુંભના મહાપ્રસાદમાં અદાણી પરિવારની સેવાએ લોકોને મંત્રમુગ્ધ કર્યા! ‘શ્રદ્ધા,સરળતાઅને સેવાનો ત્રિવેણી સંગમ’.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૬ જાન્યુઆરી : પ્રયાગરાજમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહયું છે તેવામાં સેક્ટર 19 સ્થિત ઇસ્કોન પંડાલમાં આયોજીત ભવ્ય કાર્યક્રમમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું.ડૉ. પ્રીતિ અદાણી તેમની પુત્રવધૂ અને નાની પૌત્રી સાથે ઇસ્કોનના વિશાળ રસોડામાં જમીન પર બેઠા જોવા મળ્યા હતા, તેઓ ભંડારા માટે હાથથી વટાણા છોલી રહ્યા હતા. દુનિયાના ધનાઢ્ય પરિવારની આ સાસુ-વહુની સાદગી અને સેવાના દૃશ્યોએ લોકોનેમંત્રમુગ્ધ કર્યા હતા.

મહાકુંભના ઈસ્કોન પંડાલમાં સાસુ અને વહુની સેવાએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.ઇસ્કોનના રસોડામાં સેવા આપતી મહિલાઓનું એક જૂથ શાકભાજી છોલી રહી હતી, તો કેટલીક હળવા હાસ્ય અને મજાક વચ્ચે સેવામાં વ્યસ્ત હતી. આ દરમિયાન, ડૉ. પ્રીતિ અદાણી અને તેમની પુત્રવધૂ પરિધિ અદાણીએ તેમની વચ્ચે પહોંચીને સ્મિત સાથે તેમની સેવા કરવાનું શરૂ કર્યુહતું.

વટાણાછોલવાની સેવા કરતા હતા ત્યારે તેમના ચહેરા પર સ્મિત છલકાતુ હતું. તેમની સાથેતેમની પુત્રવધૂ પરિધિ અદાણી સમર્પિત ભાવે વટાણા છોલવામાં વ્યસ્ત હતા. આ બધા વચ્ચેતેમની પૌત્રી પણ તેના ખોળામાં બેસીને વટાણા છોલવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી પણ તેમની માતા, પત્ની અને પુત્રીને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા.

ડૉ. પ્રીતિ અદાણી તેમની પુત્રવધૂએ રોટલી બનાવવાનું કામ ચાલી રહ્યું હતુંત્યાં પહોંચી જમીન પર બેસી ગયા હતા. તેમણે અહીં પણ રોટલી પર ઘી લગાવવાનું કામ કર્યુ હતું. પ્રીતિબેન અને પરિધિ અદાણીએ ઘી લગાવેલી રોટલી ભક્તોને પીરસવા માટે આગળ મોકલી હતી.શ્રદ્ધા, સરળતાસેવાભાવના આ સુંદર ત્રિવેણી સંગમથી કુંભનગરી તેમની અલગ ઓળખ છવાઈ ગઈ હતી.

૨૧ જાન્યુઆરીએ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મહાકુંભ સ્થળ પ્રયાગરાજનીયાત્રા કરી હતી. આ પ્રસંગેતેમણે ઇસ્કોનમાં પ્રસાદ સેવા કરી, પવિત્ર સંગમમાં આસ્થાની ડૂબકીલગાવીહતી. તેમણે બડે હનુમાનજીની દર્શન અને પૂજા આરતી પણ કર્યા હતા. અદાણી ગ્રુપે ઇસ્કોન સાથે મળીને દરરોજ 1 લાખ લોકોને મહાપ્રસાદનું વિતરણ કરવાનો અને ગીતા પ્રેસના સહયોગથી 1 કરોડ આરતી સંગ્રહનું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે.

Back to top button
error: Content is protected !!