GUJARATKUTCHMUNDRA

અદાણીએ ભારતનો પ્રથમ ઑફ-ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન 5MWપાયલોટ પ્લાન્ટ કચ્છમાં શરૂ કર્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

સંપાદકનો સારાંશ

• ભારતનારાષ્ટ્રીયગ્રીનહાઇડ્રોજનમિશનનેસાકાર કરવાનુંમહત્વનુંપગલું

• ભવિષ્યમાં ટેકનિકલી શક્યતાઓ કેટલી રહેશે તેની ચકાસણી, ગ્રીન એનર્જી થકી ઔધોગિક ઉર્જા, ઓફ-ગ્રીડ એનર્જી ક્ષેત્રોમાં બેન્ચમાર્ક સાબિત થશે.

મુન્દ્રા ,તા-23 જૂન : અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) એ આજે ગુજરાતના કચ્છમાં ભારતના પ્રથમ ઑફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટની સફળ શરૂઆતની જાહેરાત કરીછે, જે રાષ્ટ્રના સ્વચ્છ ઊર્જા નિર્માણમાં એક મહત્વનું સીમાચિહ્ન છે.આ અત્યાધુનિક પ્લાન્ટ 100% સૌર ઊર્જાથી સંચાલિત છે અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત છે, જે તેને સંપૂર્ણપણે ઑફ-ગ્રીડરીતે ચલાવવા સક્ષમ બનાવે છે. આપ્લાન્ટ વિકેન્દ્રિત, નવીનીકરણીય-સંચાલિત હાઇડ્રોજન ઉત્પાદનમાં નવું બેન્ચમાર્ક બનાવે છે.ANILના આપાયલોટ પ્લાન્ટ ભારતની પ્રથમ ઑફ-ગ્રીડ 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે, જેમાં સંપૂર્ણ સ્વચાલિત, બંધ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ છે, જે ત્વરિત નવીનીકરણીય ઊર્જા દ્વારા બનાવવામાટે લગાવેલ છે. ખાસ કરીને સૌર ઊર્જાનેપ્રોસેસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સાથે પ્લાન્ટ ની કાર્યક્ષમતા, સલામતી અને સતત ઓપરેશનલ રાખે છે.આ સફળતા અદાણી ગ્રૂપની ઇનોવેશન, ટકાઉપણું અને ગ્રીન હાઇડ્રોજન અર્થવ્યવસ્થામાં મજબૂતસ્થાન બનાવે છે. તથા ભારતની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનને વૈશ્વિકક્ષેત્રેઅહેમ બનાવશે અને હાર્ડ-ટુ-એબેટ ક્ષેત્રોમાં નવીનીકરણીય, ઉર્જા સંચાલિત ઔદ્યોગિક માટે બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.આ પાયલોટપ્રોજેક્ટANILના આગામી ગ્રીન હાઇડ્રોજન હબ, મુંદ્રા, ગુજરાત એ એક મુખ્ય પ્રોજેક્ટ જે ભારતના લો-કાર્બનબનવાના અભિગમ ને નોંધપાત્ર યોગદાન આપશે અને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ તરીકે પણ કામ કરે છે. ગ્રીન હાઇડ્રોજન ખાતર, રિફાઇનિંગ અને હેવી ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોને ડિકાર્બનાઇઝ કરવામાં અને વૈશ્વિક નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પ્લાન્ટ રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન (NGHM) સાથે સંરેખિત છે, જે ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે, જે આયાત નિર્ભરતા ઘટાડવા, ઊર્જા આત્મનિર્ભરતા વધારવા અને ઊર્જા-સઘન ઉદ્યોગોના ડિકાર્બનાઇઝેશનને વેગ આપશે તથા ભારતના આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરવા માટેબળ પૂરું પડશે.

Back to top button
error: Content is protected !!