વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૨૨ ઓક્ટોબર : સૌર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અદાણી સોલારે રચનાત્મક અભિગમ અપનાવ્યો છે. દેશમાં સૌપ્રથમવાર અદાણી સોલારે ટોપકોન (TOPCon) ટેકનોલોજી અપનાવી છે. ઈનોવેશન પર ભાર મૂકતા ટોપકોન ટેકનોલોજી અને સંપૂર્ણ સપ્લાય ચેઇનના એકીકરણ તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. પડોશી દેશ ચીનની સપ્લાય ચેઈન તરફની નિર્ભરતા ઘટાડવાના હેતુસર ભારતમાં ઉત્પાદન વધારવા કામગીરીનું વ્યૂહાત્મક એકીકરણ કરવામાં આવ્યું છે, જે આપણી આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે. અદાણી દ્વારા સૌર ઉર્જાના ગતિશીલ બજારમાં સ્પર્ધાત્મકતા અને સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા સતત નવા રોકાણ અને નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભારતમાં ટોપકોનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની પહેલ કરી અદાણીએ સૌપ ઉદ્યોગમાં આગવી ઓળખ ઉભી કરી છે. અદાણી સોલાર ઇનગોટ અને વેફર ઉત્પાદનમાં રોકાણ સાથે સ્થાનિક સ્તરે TOPCon સેલનું ઉત્પાદન શરૂ કર્યું છે. સમગ્ર સપ્લાય ચેઈનમાં એકીકરણ સ્પર્ધાત્મકતાના દોરમાં તેને શ્રેષ્ઠ બનાવે છે. સૌર ઉદ્યોગ અત્યંત ગતિશીલ હોવાની સાથે વિદેશી સ્પર્ધાનો સામનો પણ કરી રહ્યો છે. ખાસ કરીને ચીન, જે વૈશ્વિક ક્ષમતાના 80 થી 90% ધરાવે છે. વિદેશી પ્રભુત્વની અસરોને ઓછી કરવા વ્યવસાયોને ઇન્સ્યુલેટ કરવા અત્યંત મહત્વપૂર્ણ છે. અદાણીની વ્યૂહરચનામાં ચીનની સપ્લાય ચેન પર નિર્ભરતા ઘટાડીને ભારતમાં કામગીરીનું સંપૂર્ણ એકીકરણ કરવામાં આવ્યું છે. જે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરે છે અને બજારની વિકસતી પરિસ્થિતિઓમાં સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપે છે. સોલાર ઉદ્યોગમાં ટોપકોનનો પ્રથમવાર ઉપયોગ કરતા વેચાણમાં દેશભરમાં અદાણી અગ્રણી છે. અદાણી સોલારે પીએમ સૂર્યોદય યોજના જેવી સરકારી પહેલ લોકો સુધી પહોંચાડવા આયોજન પણ કર્યુ છે. પીએમ સૂર્યોદય યોજનાનું સૂર્ય ઘર મફત બિજલી યોજના વડાપ્રધાન દ્વારા ગ્રીન એનર્જી ક્ષેત્રે સશક્ત બનાવવાની નોંધપાત્ર પહેલ છે. આ યોજના હેઠળ, પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. DCR (ઘરેલું સામગ્રીની જરૂરિયાત) ના અગ્રણી તરીકે અદાણી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોને વ્યાપક રીતે અપનાવવાના સરકારના વિઝનને સમર્થન આપે છે. જેનાથી રાષ્ટ્ર માટે વધુ ટકાઉ અને ઊર્જા-સ્વતંત્ર ભાવિ તરફ સૌર પ્રગતિ કરી શકાય. તાજેતરમાં લોન્ચ કરાયેલ ટોપકોન ભારતના બજારમાં એક નવીન પ્રોડક્ટ છે. એટલું જ નહીં, સૌર સપ્લાય ચેઇન એડવાન્સમેન્ટ માટે વેફર ઉત્પાદન, સોલર સેલના ઘટકો, ઇંગોટ્સ અને વેફર્સનું ઉત્પાદન કરતી ભારતની પ્રથમ કંપની તરીકે નોંધપાત્ર સીમાચિહ્નો હાંસલ કર્યા છે.અદાણીએ એમજી સિલિકોનથી માંડીને મોડ્યુલ સુધીની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાને આવરી લેતી 10 ગીગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવા સક્ષમ એક મજબૂત સપ્લાય ચેઇન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અદાણી સોલર સપ્લાય ચેઈનમાં અગ્રેસર હોવાની સાથે વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.