વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા તા-૦૧ ઓક્ટોબર : અદાણી મુન્દ્રા ક્લસ્ટરની રચના કરતા વર્લ્ડ ઈકોનોમિક ફોરમની ‘ટ્રાન્ઝીશનિંગ ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ’ ની પહેલમાં અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ ત્રણ અદાણી એન્ટરપ્રાઈઝ લિ.(AEL) (તેની પેટા કંપની અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિ. મારફત), અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) અને અંબુજા સિમેન્ટ્સ લિ. જોડાઈ છે.2050 સુધીમાં આર્થિક વિકાસને આગળ વધારવા, રોજગારીઓનું નિર્માણ કરવા અને શરુઆતથી જ આસપાસના સ્થળેે સ્થપાયેલી કંપનીઓના ડીકાર્બોનાઇઝેશન કરવા માટેના વિઝન સાથે સહયોગ વધારવાનો આ પહેલનો હેતુ છે
મુન્દ્રા ખાતે 1993માં એક સમૃદ્ધ બંદર વ્યવસાય તરીકે આરંભ થયો ત્યારથી આ બંદર-અગ્રણી ઔદ્યોગિક ક્લસ્ટર તરીકે વિકસિત થયું છે. આજે ભારતના અવ્વલ નંબરના સૌથી મોટા બંદર તરીકે ઓળખાતું મુન્દ્રા વિવિધ ક્ષેત્રોની કંપનીઓ માટે એક ગતિશીલ હબ બની ઉભર્યું છે, જેમાં અદ્યતન સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઇનના ઉત્પાદનથી લઈને પડકારરૂપ-થી-ડીકાર્બોનાઇઝ સિમેન્ટ ઉત્પાદન સુધીના પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
2025 સુધીમાં APSEZ તેના તમામ પોર્ટની કામગીરીને રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટી સાથે પાવર આપવા માટે પ્રતિબદ્ધ છે, 2040ની શરૂઆતમાં નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાના લક્ષ્ય સાથે મુન્દ્રામાં આવી રહેલ અંબુજા એકમ વૈશ્વિક સ્તરે સૌથી ઓછી ઉત્સર્જન-તીવ્રતા ધરાવતી સિમેન્ટ ઉત્પાદન સુવિધા બનવાના ધ્યેયને ચરિતાર્થ કરવા સાથે 2050 સુધીમાં નેટ-ઝીરો હાંસલ કરવાના કંપનીના લક્ષ્યને જોડે છે.
વધુમાં અદાણી મુન્દ્રા ક્લસ્ટર 2030 સુધીમાં પ્રતિ વર્ષ 1 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનની આયોજિત ક્ષમતા સાથે વિશ્વના સૌથી મોટા સંકલિત ગ્રીન હાઇડ્રોજન હબમાંનું એક બનશે, જે 2040 સુધીમાં ઉત્તરોત્તર 3 MMTPA સુધી વિસ્તરશે.10 GW સોલર મોડ્યુલ, 5 GW વિન્ડ ટર્બાઇન અને 5 GW ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન ક્ષમતા સાથે સંકળાયેલા બંદરના આંતરમાળખાનેેઆવરી લેતી સંપૂર્ણ સંકલિત મૂલ્ય સાંકળ દ્વારા તેને મજબૂત આધાર આપવામાં આવશે. આ ક્લસ્ટરમાં ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં તેના નેતૃત્વને વધુ મજબૂતી આપતા એમોનિયા જેવા ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝ માટે ઉત્પાદન સુવિધાઓ પણ હશે.
APSEZના મેનેજિંગ ડિરેક્ટર અને અંબુજા સિમેન્ટ્સના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ટ્રાન્ઝિશનિંગ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સની પહેલમાં જોડાવાથી તેમાં સહી કરનારાઓને વૈશ્વિક ઉદ્યોગ સાહસિકો,થિંક-ટેન્ક, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતો સાથે ડીકાર્બોનાઇઝેશન તરફ નવીન અભિગમ અપનાવવા માટે સહયોગ કરવાની તક મળશે.અદાણી મુન્દ્રા ક્લસ્ટર એક સંકલિત ગ્રીન હાઇડ્રોજન મેન્યુફેક્ચરિંગ હબ બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાના હાર્ડ-ટુ-અબેટ સેક્ટર્સને ડીકાર્બોનાઇઝ કરવામાં અને ઉર્જાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે.એમ તેમણે ઉમેર્યું હતું.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ક્લસ્ટરમાં મુખ્ય હિસ્સેદારો વચ્ચે સહયોગ વધારવાના ધ્યેય સાથે યોજેલી વ્યૂહાત્મક બેઠકો અને ઇન-કન્ટ્રી કાર્યશાળાઓએ આર્થિક વૃદ્ધિ, રોજગાર નિર્માણ અને ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે ક્લસ્ટરની વ્યૂહરચના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતેના સેન્ટર ફોર એનર્જી એન્ડ મટિરિયલ્સના વડા અને કારોબારી સમિતિના સભ્ય રોબેર્ટો બોકાએ જણાવ્યું હતું કે 23 ઔદ્યોગિક ક્લસ્ટરોના અમારા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતમાં પ્રથમ બે ક્લસ્ટરોમાંના એક એવા અદાણી મુંદ્રા ક્લસ્ટરને આવકારતાં અમને આનંદ થાય છે.તેમણે વધુમાંકહ્યું હતું કે ગુજરાત તેની નોંધપાત્ર રિન્યુએબલ ઉર્જા ક્ષમતાને નિશાને લઇને આ ક્લસ્ટર દક્ષિણ એશિયામાં અગ્રણી ગ્રીન હાઇડ્રોજન હબ બનવાના માર્ગ પર છે. આ ટ્રાન્ઝિશનિંગ ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સ સમુદાયની વચ્ચે અદાણી મુંદ્રા સાથી ક્લસ્ટરો સાથે જ્ઞાનની એકબીજા સાથે આપ-લે કરીને ઊર્જા સંક્રમણને આગળ વધારી શકે છે.