બનાસકાંઠા જિલ્લાના યુવાનો માટે લશ્કરી ભરતી પૂર્વે નિશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજાશે

(માહિતી બ્યુરો, પાલનપુર)
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર દ્વારા લશ્કરી/અર્ધ લશ્કરી /પોલિસ ફોર્સ/તથા સિક્યુરિટી ગાર્ડમાં જોડાવવા ઇચ્છુક બનાસકાંઠા જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવાર માટે ભરતી પૂર્વેનો એક માસનો વિનામુલ્યે નિવાસી તાલીમ વર્ગ આગામી દિવસોમાં શરુ કરવામાં આવનાર છે.
આ નિવાસી તાલીમ વર્ગમાં નીચે મુજબની લાયકાત /શારિરીક માપદંડ ધરાવતા ઉમેદવારોને પ્રિ-સ્ક્રુટીની પ્રક્રિયા સંપન્ન કરી તાલીમવર્ગ માટે પસંદગી કરવામાં આવશે.
જેના માટેની જરુરી લાયકાત આ મુજબ છે
ઉમર:- ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ
લાયકાત :- ૧૦ પાસ/૧૨ પાસ કે તેથી વધુ
ઉંચાઇ: ૧૬૮ સે.મી થી વધારે
છાતી : ૭૭-૮૨ સેમી
વજન : ૫૦ કિ.ગ્રામ
ઉપર મુજબના તાલીમ વર્ગમાં જોડાવા માંગતા બનાસકાઠાં જિલ્લાના તમામ પુરુષ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, રોજગાર કચેરીના નામ નોંધણી કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ સાથે તા.૨૨/૦૮/૨૦૨૪ સુધીમાં નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું ફોર્મ જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ, પાલનપુર ખાતેથી મેળવી તથા ભરીને પરત જમા કરાવવું રહેશે એવું રોજગાર અધિકારીશ્રી (જનરલ) પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.





