GUJARAT

કલેક્ટરનું માર્ગદર્શન જામ.સીટી મામ.ની વહીવટી સુઝ

*જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડયાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો*

*કાર્યક્રમમાં રજૂ થયેલ તમામ 7 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું*

જામનગર તા.25, તા.25-09-2024 ના રોજ મામલતદાર કચેરી, જામનગર (શહેર) ખાતે જામનગર જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ 7 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સીટી સર્વે-૧ કચેરી, મહાનગરપાલીકાની ભૂગર્ભ શાખા, વોટર વર્કસ શાખા, લાઈટ શાખા વિગેરે બાબતે રજૂઆતો થયેલ. જેમાંથી પાંચ પ્રશ્નોનો નિકાલ કરી લગત અધિકારીશ્રી દ્વારા હકારાત્મક અહેવાલ રજૂ કરવામાં આવેલ જ્યારે ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટના પ્રશ્નો અંગે તાત્કાલીક કામગીરી હાથ ધરી તેનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી સૂચના આપી હતી. આમ, તમામ 7 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી કલેકટરશ્રી જામનગરનાં અધ્યક્ષસ્થાને અને શહેર મામલતદાર માકડીયા મેડમની ઉપસ્થિતિમાં  યોજાયેલ સપ્ટેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ સફળતાપુર્વક પુર્ણ થયેલ હતો તેમ જામનગર જિલ્લા માહિતી કચેરીના ના.મા.નિ.સોનલબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળનો સીનીયર સબ એડીટર પારૂલ કાનગળનો અહેવાલ જણાવે છે

ઉલ્લેખનીય છે કે કુશળ વહીવટકર્તા હોય અને અભિગમ હકારાત્મક હોય ત્યારે તેની અસરનો વ્યાપ ઉર્જાની જેમ દરેક વિભાગના દરેક કાર્યો ઉપર થતો હોય છે અને જટીલ ગણાતા રેવન્યુમાં પણ સુગમ વહીવટી ગતિશીલતા સ્થપાય છે જે  બાબત જામનગર જીલ્લા કલેક્ટર અને જામનગર સીટી મામલતદાર બંને માટે યથાર્થ ઠરતી હોવાનો વહીવટી સમીક્ષકોનું તારણ છે


000000

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

[email protected]

Back to top button
error: Content is protected !!