Rajkot: હિરાસર એરપોર્ટ ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક યોજાઈ
તા.૨૦/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ખાતે એરોડ્રોમ કમિટીની બેઠક ડી.સી.પી.શ્રી સજ્જન સિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં પ્લેન હાઈજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા અંગે સમીક્ષા કરાઈ હતી.
પ્લેન હાઈજેકિંગ સમયે એરોડ્રોમ કમિટીની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે જેની કામગીરી અંગે સમીક્ષા કરાઈ હતી. કમિટીના વિવિધ વિભાગોની કામગીરી અને તકેદારી અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સમિતિમાં એરપોર્ટ ઓથોરિટી, આરોગ્ય, ફાયર વિભાગ, મીડિયા સહિતના વિવિધ વિભાગોએ કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તકે એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર શ્રી દિગંત બોહરા, સી.એસ.ઓ. શ્રી અમિત કુમાર, માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડસિયા, સી.આઇ.એસ.એફ. ઇન્સ્પેકટર એક્ઝિક્યુટિવ શ્રી મહેશ સિંહ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સ્ટાફ, આર.એમ.ઓ. શ્રી એચ. એ. દુસારા સહિત વિવિધ એરલાયન્સના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.