AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર પાણીની રેલમછેલ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ઘણા દિવસો સુધી મેઘરાજાએ વિરામ લેતા નિરાકાર શાંતિ પ્રવર્તવા પામી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લાંબા સમયનાં વિરામ બાદ ફરી વાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણ બેવડાયુ હતુ.સોમવારે મોડી સાંજે તથા રાત્રીનાં અરસામાં ગિરિમથક સાપુતારા, શામગહાન,સાકરપાતળ,વઘઇ, ઝાવડા,ભેંસકાતરી,કાલીબેલ,બરડીપાડા,પીંપરી,આહવા,મહાલ,સિંગાણા, સુબિર,બોરખલ,ગલકુંડ, ચીંચલી, ગારખડી સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સોમવારે રાત્રીનાં અરસામાં પડેલ વરસાદનાં પગલે અંબિકા,ખાપરી,પૂર્ણા અને ગીરા નદીનાં વહેણ તેજ બન્યા હતા.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે વઘઇનો ગીરાધોધ,ગિરમાળનો ગીરાધોધ સહીત નાનકડા જળધોધ રમણીય બની જવા પામ્યા હતા.ડાંગ જિલ્લામાં મંગળવારે દિવસ દરમ્યાન વરસાદી માહોલે વિરામ લીધો હતો.ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારે ઝરમરીયો સ્વરૂપેનો વરસાદ નોંધાયા બાદ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન માર્ગ પર ધોધમાર વરસાદનાં પગલે ઠેરઠેર માટીનો મલબો અને પથ્થર ધસી પડતા માર્ગ અવરાધાયો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 21 મિમી,આહવા પંથકમાં 26 મિમી અર્થાત 1.04 ઈંચ, વઘઇ પંથકમાં 42 મિમી અર્થાત 1.68 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 64 મિમી અર્થાત 2.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!