ભરૂચના મકતમપુર માર્ગ પર અકસ્માત સર્જયા બાદ કાર ડીવાઈડર પર ચઢી, પોલીસે ચાલકની શોધખોળ હાથ ધરી
સમીર પટેલ, ભરૂચ
ભરૂચની ગંગોત્રી હોટલ નજીક એક કાર ચાલકે એક યુવતીને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને ઇજાઓ પહોચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હતો.આ મામલે સી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.
ભરૂચમાં રવિવારના એક કાર ચાલકનો અકસ્માત સર્જાયો હતો.જેમાં જાણવા મળતી માહિતી મુજબ એક ઇન્ડીકા કાર નંબર GJ-16-CH-8399 નો ચાલક મકતમપુર તરફ જઈ રહ્યો હતો.કાર ચાલકે કારને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગંગોત્રી હોટલ નજીક માર્ગ ક્રોસ કરતી એક યુવતીને અડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવતીને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેને તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. કાર ચાલક એટલી ઝડપે કાર હંકારતો હતો.કે,ત્યાં રહેલા ડિવાઈડરના એંગલમાં અથડાવી ડિવાઈડર પર ચઢાવી કાર મૂકીને ભાગી ગયો હતો.અકસ્માતની જાણ થતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી સિવિલમાં ઈજાગ્રસ્ત યુવતીનો જવાબ લઇને વધુ તપાસ હાથ ધરી છે.