સાયલા પોલીસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતાં ચકચાર મચી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી
બાંગ્લાદેશી ઘુસણ ખોરોની ઝુંબેશમાં પકડાયેલી મહિલા આરોપી પોલીસને ચકમો આપી ફરાર

તા.24/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
બાંગ્લાદેશી ઘુસણ ખોરોની ઝુંબેશમાં પકડાયેલી મહિલા આરોપી પોલીસને ચકમો આપી ફરાર, સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનમાંથી વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની છે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની ઝુંબેશમાં પકડાયેલી સબીના મુનશી નામની મહિલા આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગઈ છે એક મહિનાથી પોલીસ કસ્ટડીમાં રહેલી સબીના, જેણે સ્થાનિક ભરત રાઠોડ સાથે લગ્ન કર્યા હતા તે નાસી છૂટતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે LCB સહિતની ટીમો તેને શોધવા કામે લાગી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાંથી વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજ્ય ભરમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ચલાવવામાં આવી રહેલા સઘન ચેકિંગ દરમિયાન પકડાયેલી એક બાંગ્લાદેશી મહિલા આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતાં તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે મળતી વિગતો અનુસાર ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા રાજ્યમાંથી ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત સાયલા ખાતેથી સબીના મુનશી નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી સબીનાના લગ્ન સ્થાનિક ભરત રાઠોડ સાથે થયા હતા અને તે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં હતી જોકે વહેલી સવારે સબીના મુનશી ચાલાકી પૂર્વક પોલીસને થાપ આપીને પોલીસ સ્ટેશન પરિસરમાંથી નાસી છૂટી હતી બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર થતાં જ સાયલા પોલીસ તેમજ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમો દ્વારા તેને ઝડપી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી જવાની ઘટના સામે આવતાં સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે ગઈકાલની વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી એક આરોપી નાસી છૂટ્યો હતો સાયલા પોલીસ સ્ટેશનમાંથી એક બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ છે.




