
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-31 માર્ચ : નાના રેહા પ્રાથમિક શાળા ના બાળપ્રેમી શિક્ષક જટુભા રાઠોડ દ્વારા મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ ના સૌથી મોટા ૨૭માં રોજા નિમિત્તે નાના રેહા પ્રાથમિક શાળાના મુસ્લિમ સમાજના તમામ બાળકોને ઇફ્તાર પાર્ટી આપવામાં આવી હતી. જેમાં તરબૂચ, મોસંબી, કેળા, સક્કરટેટી વગેરે મળી અંદાજિત ૧૦૦ કિલો જેટલા ફળો બાળકોને ખવડાવવામાં આવ્યા. બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી તેમજ આ ઉમદા કાર્ય માટે સમગ્ર નાના રેહા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજ વતી જટુભા રાઠોડનો આભાર માનવામાં આવ્યો સાથે આવા ઉમદા કાર્યની પ્રશંસા કરવામાં આવી.હિન્દુ મુસ્લિમ એકતાના અનેરા દર્શન જોવા મળ્યા. આ અંતર્ગત મૌલાના દ્વારા દેશની ઉન્નતિ, પ્રગતિ અને એકતા માટે દુવા કરવામાં આવી.



