ડીસા ના બનાવ બાદ તંત્ર સફાળુ જાગ્યુ ! કાલોલ મામલતદાર દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયુ
તારીખ ૦૪/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ડીસા ખાતે પરવાનગી વગર ધમધમી રહેલ ફટાકડાની ફેક્ટરી મા વિસ્ફોટ ને કારણે સંખ્યાબંધ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારબાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે અને કાલોલ મામલતદાર કચેરી દ્વારા કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફટાકડાનો વેપાર કરતા વેપારીઓની દુકાને આકસ્મીક તપાસ શરૂ કરી છે. વેપારીઓએ ફટાકડા રાખવા, સંગ્રહ કરવા નુ લાયસન્સ મેળવેલ છે કે કેમ? આકસ્મીક આગ જેવા બનાવ બને તો ફાયર સેફ્ટી ના સાધનો વસાવેલ છે કે કેમ? ફટાકડાંની દુકાન માટે ફાયર વિભાગ દ્વારા અપાતી એનઓસીમાં ત્રણ વિભાગના અધિકારીની સહીઓ હોય છે. જેમાં સલામતી માટે ફાયરબ્રગિ્રેડ, રસ્તા પર દબાણ અંગે એસ્ટેટ વિભાગ તથા પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને હેલ્થ વિભાગની મંજુરી જરૂરી છે. આમ, ત્રણેય બાબતોને નજર સમક્ષ રાખીને તંત્ર દ્વારા એનઓસી અપાય છે. હાલ મળતી માહિતી મુજબ પરવાનગી વગર દારૂખાનું વેચતા વેપારીઓ ને ત્યા ચેકીંગ કરી કાયદા મુજબ કાર્યવાહી કાલોલ મામલતદાર કચેરી દ્વારા શરૂ કરાઈ છે.