GUJARATKUTCHMANDAVI

અથાક પ્રયાસો પછી ૨૦૦૫ પહેલા નિમાયેલા શિક્ષક-કર્મચારીઓ માટે OPS નો ઠરાવ થતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા આવકારાયો.

ABRSM-ગુજરાત દ્વારા 2019 થી શાળા, મંડલ, તાલુકા, જિલ્લા, સંભાગ, વિભાગ અને રાજય સ્તરે અપાયેલ વિવિધ કાર્યક્રમો/રજૂઆતોને મળી અંતે સફળતા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ઠરાવ ઝડપથી બહાર પાડવા ABRSM-ગુજરાતની મુખ્યમંત્રીને કરાયેલ લેખિત રજૂઆત અંતે સ્વીકારાઇ.

માંડવી,તા૯ નવેમ્બર : દિપાવલીના પાવન પર્વો પૂર્ણ થઈ નવુ વર્ષ પણ બેસી ગયુ હોવા છતાપણ સંવેદનશીલ ગુજરાત સરકારશ્રીના મંત્રીશ્રીઓના સમૂહ દ્વારા બબ્બે વખત અપાયેલ વચન તેમજ સૈધ્ધાંતિક સ્વીકૃતિ મુજબ તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલાના ૬૦૨૪૫ શિક્ષકો કર્મચારીઓને જૂની પેન્શનમાં સમાવવા બાબતના ઠરાવ કે જાહેરનામા ન કરાતા શિક્ષકો તેમજ કર્મચારીઓનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ અવિશ્વાસ અને આક્રોશમાં પરિણમીત થાય એ પહેલા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે સમગ્ર ગુજરાતના હજારો શિક્ષકો સહ કર્મચારીઓની લાગણી તેમજ માંગણી તેમના સુધી પહોંચાડેલ હતી. વળી, મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની તા. ૦૬/૧૦/૨૦૨૪ બેઠકમાં તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા વિવિધ સંવર્ગમાં ફિક્સ પગારમાં નિમણૂંક પામેલ ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ હતો અને જેની જાહેરાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારશ્રીઓ તેમજ મિડીઆની ઉપસ્થિતિમાં થયેલ હતી. આવા OPS ની હજારો કર્મચારીઓ અને તેમની સાથે જોડાયેલ પરિવારના લાખો સભ્યો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સરકારશ્રીના પ્રવક્તા મંત્રીશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં થયેલ જાહેરાત બાદ ઘણો લાંબો સમય વિતી ગયેલ હોવાથી સત્વરે ઠરાવ બહાર પાડવામાં આવે એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ તેમજ મહામંત્રી પરેશભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં પત્ર દ્વારા આગ્રહભરી વિનંતી કરેલ હતી.જેને સંવેદનશીલ ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ નાણામંત્રીના સકારાત્મક પ્રયાસોથી તા.1/4/2005 પહેલાના શિક્ષક કર્મચારીઓ માટે જે સકારાત્મક તેમજ ત્વરિત ઠરાવ કરવામાં આવેલ છે તેને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ સંવર્ગોના પદાધિકારીઓ લાભાન્વિત શિક્ષક કર્મચારીઓ વતીથી આવકારે છે અને ગુજરાત સરકારના હકારાત્મક નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કરે છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!