AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

17 વર્ષની સગીરાએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો

વાસણા વિસ્તારમાં રહેતી સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા માતા-પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં સગીરાએ બાળકીને જન્મ આપતા માતા-પિતાને પુત્રી ગર્ભવતી હોવાની જાણ થઈ હતી.

બનાવ અંગે તપાસ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, તે આઠ માસ અગાઉ બ્લોકની સીડીઓથી ઘરે જતી હતી. તે સમયે બ્લોકમાં રહેતા પોતાનાથી નાની ઉંમરનો કિશોર સગીરાને હાથ પકડી ફલેટમાં લઈ ગયો હતો. સગીરે તેના ઘરનો દરવાજો બંધ કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના અંગે કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવને પગલે ડરી ગયેલી સગીરાએ બનાવ અંગે ઘરના કોઈ સભ્યને વાત કરી ન હતી. વાસણા પોલીસે ભોગ બનનારના નિવેદનને પગલે પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પૂછપરછ કરી કાર્યવાહી કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!