અમદાવાદ જિલ્લામાં રોજગારવાંચ્છુ યુવાનો માટે મોટી તક : રોજગાર કચેરી દ્વારા પાંચ દિવસીય સેક્ટર-સ્પેસિફિક ભરતી મેળાનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરના યુવાઓ માટે એક સારા સમાચાર છે. મદદનીશ નિયામક, રોજગાર કચેરી અમદાવાદ દ્વારા આગામી તારીખ 21 એપ્રિલથી 25 એપ્રિલ 2025 દરમિયાન ‘પાંચ દિવસીય સેક્ટર-સ્પેસિફિક ભરતી મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ ભરતી મેળાનું આયોજન વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોની રોજગારી જરૂરિયાતને ધ્યાને લઈને તબક્કાવાર કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં 100 જેટલી અગ્રગણ્ય કંપનીઓ ભાગ લેશે અને વિવિધ ક્ષેત્રોમાં યુવાઓને રોજગારીની તકો આપવામાં આવશે. મેલા દરમિયાન દરેક દિવસ માટે અલગ-અલગ સેક્ટર પ્રમાણે ભરતી પ્રક્રિયા યોજાશે.
તારીખવાર રોજગારી મેળાનું આયોજન નીચે મુજબ છે:
21 એપ્રિલ: મેન્યુફેક્ચરિંગ તથા ઓટોમોબાઇલ સેક્ટર
22 એપ્રિલ: ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટર
23 એપ્રિલ: બેન્કિંગ, ફાઇનાન્સ અને ઇનસ્યુરન્સ સેક્ટર
24 એપ્રિલ: માર્કેટિંગ, સેલ્સ & સર્વિસ, જેમ્સ & જ્વેલરી તેમજ સિક્યુરિટી સર્વિસ સેક્ટર
25 એપ્રિલ: આઈટી, ટેક્સટાઇલ અને હોટેલ & રેસ્ટોરન્ટ સેક્ટર
આ ભરતી મેળામાં વિવિધ લાયકાત ધરાવતા યુવાનો માટે અસંખ્ય રોજગારીની તકો ઉભી થવાની છે. ઉમેદવારોને પોતાના લાયકાત મુજબ સંબંધિત સેક્ટરમાં હાજરી આપવાનું રહેશે. મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયોડેટા અને આધારકાર્ડ સાથે સવારે 11 વાગ્યે રોજગાર કચેરી, અમદાવાદ ખાતે હાજર રહેવું અનિવાર્ય છે.
આ આવસર રોજગારની શોધમાં રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે નવું દ્દ્વાર ખુલી શકે છે.