અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી
જળસંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઇકો-ફ્રેન્ડલી ટુરિઝમ જેવી થીમ દર્શાવાઈ
અદાણી વિદ્યામંદિર અમદાવાદ(AVMA)ખાતે ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.76 મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નવાજવામાં આવ્યા હતા.આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણી તેમજ મુખ્ય મહેમાન તરીકે અદાણી જૂથની ચેરમેન ઓફિસના પ્રેસિડેન્ટ અમનકુમાર સિંહેધ્વજવંદન કરાવ્યું હતું.
AVMA ખાતે 26મી જાન્યુઆરી દેશભક્તિના ઉત્સાહથી ભરપૂર ઉજવણી કરાઈ હતી.સસ્ટેનેબલ હેરિટેજનું થીમ પ્રત્યેક પર્ફોર્મન્સમાં ઉડીને આંખે વળગતું હતું. પ્રેક્ષકોએપ્રત્યેક પ્રદર્શનનેમનભરીને માણ્યુ અને વખાણ્યુ હતું. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ સ્કીલ ક્લબના સુચારૂ સંચાલનમાં મદદરૂપથનારાઓનેઅદાણી ફાઉન્ડેશન અને મુખ્ય અતિથિ અમન કુમાર સિંહ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભારતની ટકાઉ પ્રથાઓ, સાંસ્કૃતિક વારસો અને વૈવિધ્યસભર રાજ્યોને દર્શાવતા અદભૂત પ્રદર્શનો સાથેસેરેમોનિયલ પરેડ ઉજવણીની ખાસ હાઇલાઇટ હતી. વિદ્યાર્થીઓએજળસંરક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઇકો-ફ્રેન્ડલી ટુરિઝમ જેવી અનોખી થીમ રજૂ કરી હતી.
આ પ્રસંગેઅદાણી વિદ્યામંદિરના સ્પોર્ટ્સ ચેમ્પિયન્સ, સંશોધકો, કલાકારો અને સમર્પિત માતાપિતાના અમૂલ્ય યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રિન્સિપાલ ડૉ. શિલ્પા ઈન્દોરિયાએ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ વર્ણવી હતી. મુખ્ય અતિથી અમન કુમાર સિંહે શિક્ષણ, ટકાઉપણું અને રાષ્ટ્ર નિર્માણ પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.
ગૌરવની ક્ષણ એ પણ હતી કેઅદાણી વિદ્યામંદિરનીસમર્પિત શિક્ષક દુર્ગા પ્રસાદેપ્રજાસત્તાક દિનની પરેડમાંગુજરાત અને દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ડિરેક્ટોરેટનું કર્તવ્યપથ ખાતે પ્રતિનિધિત્વ કર્યુ હતું. દુર્ગા17 NCC ડિરેક્ટોરેટમાંથી એકમાત્ર એર લેડી એસોસિયેટ NCC ઓફિસર છે.
ગૌરવશાળી સંવિધાનનું સન્માન કરતા 76મા પ્રજાસત્તાક દિવસેસૌએ “સ્વર્ણિમ ભારત – વિરાસત અને વિકાસ” ને મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો.