AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે, 24 કલાકમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા

ગુજરાતમાં ફરીવાર કોરોના વાયરસ વકરી રહ્યો છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યમાં આજે 20 માર્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 54 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 810 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધુ કેસ 54, રાજકોટ જિલ્લામાં 15, સુરત જિલ્લામાં 12, મહેસાણા 3, વડોદરા 5, ભાવનગર 1,   ભરૂચ 1, સુરેન્દ્રનગર 1, પોરબંદરમાં 1, નવસારી 2 કેસ નોંધાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!