MORBI:મોરબી અલગ અલગ બે ગ્રામ્ય વિસ્તારમાંથી બે બાઇક ચોરી કરનાર પરપ્રાંતિય રીઢા બાઇક ચોરને ઝડપી લીધો
MORBI:મોરબી અલગ અલગ બે ગ્રામ્ય વિસ્તારમાંથી બે બાઇક ચોરી કરનાર પરપ્રાંતિય રીઢા બાઇક ચોરને ઝડપી લીધો
તાલુકાના લક્ષ્મીનગર અને ઘુંટુ ગામથી ચોરી કરેલ બાઇક રિકવર કર્યા
મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા અલગ અલગ બે ગ્રામ્ય વિસ્તારમાંથી બે બાઇક ચોરી કરનાર પરપ્રાંતિય રીઢા બાઇક ચોરને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે આઠ માસ અને બે વર્ષ અગાઉ ચોરી કરેલ બાઇક રિકવર કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી પોલીસ ટીમ જીલ્લામાં ચોરી થયેલ બાઇક અંગેના અનડીટેક્ટ કેસ શોધવા કાર્યરત હોય તે દરમિયાન મોરબી ત્રાજપર ચોકડી નજીક સર્વીસ રોડ પર આવતા એક ઈસમ મોટર સાયકલ લઈને શંકાસ્પદ રીતે નિકળતા તેને રોકી વાહનના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી મોટર સાયકલ નંબર- જીજે-૦૩-ડીપી-૩૭૩૨ મોબાઇલ પોકેટ કોપ એપ્પમાં સર્ચ કરતા ઉપરોક્ત હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લક્ષ્મીનગર ગામના બાબુભાઇ પૂંજાભાઈનું હોવાનું અને તે મોટર સાયકલની આઠ માસ અગાઉ ચોરી થયા અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ હોય જેથી આરોપી નાનકો ઉર્ફે દિપક રેમસિંગ અટક કરવામાં આવી હતી.
ત્યારબાદ પકડાયેલ રીઢા બાઇક ચોર આરોપીની સઘન પૂછતાછમાં અન્ય એક મોટર સાયકલ આશરે પોણા બે વર્ષ પહેલા ઘુંટુ ગામેથી ચોરી કરી લઇ જતા મોરબી ટ્રાફીક પોલીસ ચેકીંગ દરમ્યાન વાહન ડીટેઇન થઇ ગયેલ હોય જે બાબતે ટ્રાફીક શાખામાં ખરાઇ કરતા હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર જીજે-૩૬-એન-૩૯૯૬ વાહન ડીટેઇન થયેલ પડેલ હોય જે મોટર સાયકલ જગદિશભાઇ પ્રેમજીભાઇ સોરીયા રહે.ધુંટુ ગામવાળાનું હોવાનું સામે આવ્યું હતું, જેથી એસઓજી પોલીસે બંને બાઇક કબ્જે લઇ આરોપી નાનકો ઉર્ફે દીપક રેમસીંગ બાંભણીયા ઉવ.૨૧ રહે.હાલ ખાખરા ગામ તા.પડધરી મુળરહે. ઇન્દ્રસીંગ ચોકી જી.અલીરાજપુર એમ.પી.વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી સબબ મોરબી તાલુજ પોલીસ મથકમાં સોંપી આપેલ છે.










