AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અનંત નેશનલ યુનિવર્સીટી ગોધાવી ખાતે ૨૫૦ થી વધુ વિધ્યાર્થીનીઓને આપવામા આવી શેલ્ફ ડીફેન્સની તાલીમ.

અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અનંત નેશનલ યુનિવર્સીટી ગોધાવી ખાતે ૨૫૦ થી વધુ વિધ્યાર્થીનીઓને આપવામા આવી શેલ્ફ ડીફેન્સની તાલીમ.

શેલ્ફ ડીફેન્સ અંગેના કાર્યક્રમ શાળા કોલેજ ખાતે કરી તેમજ શી- ટીમની કાર્યપ્રણાલીથી વિધ્યાર્થીનીઓને વધુ અગવત કરવા માટે મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ,અમદાવાદ નાઓની સુચના અન્વયે બોપલ પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ ગ્રામ્યની અનંત નેશનલ યુનિવર્સીટી ખાતે વિધ્યાર્થીનીઓ માટે સ્વ-રક્ષણ અને સલામતી અંગેના તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતુ.

આ વર્કશોપમાં અમદાવાદ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી વસાવા સાહેબ તેમજ અનંત નેશનલ યુનિવર્સીટીના અમિત એડમીનીસ્ટ્રીટીવ હેડ (HOD) યુવરાજસિંહ ઝાલા, ઇન્ઝ્યુમબેશન સેન્ટર હેડ ધારા ઠાકોર તેમજ સીનીયર મેનેજર એડમીનીસ્ટ્રેશન આનંદભાઇ કતેસીયા તેમજ શ્રી એ.પી.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર બોપલ પોલીસ સ્ટેશન તેમજ બોપલ પોલીસ સ્ટેશનની શી-ટીમ ઉપસ્થિત રહેલ હતાં. અને વિધ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

અનંત નેશનલ યુનિવર્સીટી ખાતે ઇન્ટરનેશનલ વુશુ ચેમ્પિયન અને શેલ્ફ ડીફેન્સ નિષ્ણાંત શ્રી અમનદિપસીંઘ દ્વારા મહિલા સ્વ રક્ષણ અને સલામતી તાલીમ અંગેના વર્કશોપમા ૨૫૦ થી વધુ વિધ્યાર્થીનીઓ અને
શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ હતી.

આ તાલીમ સેમિનારમાં શ્રી અમનદિપસીંઘ અને તેમની ટીમે મહિલાઓને શીખવ્યુ કે જ્યારે તેઓ ઘરેલુ હિંસા, જાતીય સતામણી, ઇવ-ટીઝીંગ, અપહરણ, ચેઇન સ્નેચીંગ વિગેરે જેવી મુશ્કલે પરિસ્થિતીઓનો સામનો કરે ત્યારે કેવી રીતે રક્ષણ કરવુ તેમજ શરીરના દસ સંવેદનશીલ ભાગો અંગે પણ શીખવવામાં આવેલ હતુ. જ્યાં તેઓ હુમલો કરી શકે છે અને બચાવમા સફળતા મેળવી શકે છે.

આ કાર્યક્રમના આયોજનને અનંત નેશનલ યુનિવર્સીટીના HOD તેમજ સહકર્મચારીઓ તેમજ બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.પી.ચૌધરી, શી-ટીમના સભ્યો જેમાં ડી.એ ધાંધલ્યા પોલીસ સબ ઇન્સ્પેકટર, જે.એન.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. કલ્પનાબેન, એ.એસ.આઇ. મનીષાબેન વિગેરે નાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!