ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી વધુ એક કેસ નોંધાયો
ચીની ‘હ્યુમન મેટાન્યુમો વાઈરસ'(HMPV)ના કેસ ગુજરાતમાં નોંધપાત્ર રીતે વધી રહ્યાં છે. ત્યારે HMP વાઈરસના અમદાવાદમાં અત્યાર સુધીમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ વાયરસનો એક કેસ સાબરકાંઠામાં પણ જોવા મળ્યો હતો. જો કે, અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે. કૃષ્ણનગરમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ સાથે જ અમદાવાદમાં HMPVના કુલ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધને HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો. સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દી સારવાર હેઠળ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાંત હવે RTPCR ટેસ્ટ ફરજિયાત કરાશે.
આ વાઇરસને હ્યુમન મેટાન્યૂમો વાઇરસ એટલે કે HMPV કહેવામાં આવે છે, જેના લક્ષણો (HMPV Virus Symptoms) સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં ખારાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.