DAHODGUJARAT

રોહિત સમાજપંચ દાહોદ વિભાગની બારા પંચ ની સાધારણ સભા બેઠક યોજાય

તા.૦૭.૦૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રોહિત સમાજપંચ દાહોદ વિભાગની બારા પંચ ની સાધારણ સભા બેઠક યોજાય

દાહોદ મહેન્દ્રા શોરૂમ ની બાજુમાં રાછરડાથી કનુભાઈ વાલાભાઇ નોકમ ની અધ્યક્ષતામાં દાહોદ વિભાગ અને મધ્યપ્રદેશ ગામોના તમામ રોહિત ભાઈઓ હાજર રહી સમાજ સુધારણા માટે મુદ્ધાવાર ચર્ચા કરી નવા હોદ્દેદારોની નિમણૂંક બાબતે ચર્ચા કરવામાં આવી તેમાં મોટી સંખ્યામાં રોહિતભાઈની બહુમતી થી જૂની બોડી યથાવાત રાખવા માટે સંમતિ આપવામાં આવી. ખાલી પડેલ જગ્યા માટે અધ્યક્ષ તેમજ મંત્રી નવી નિમણૂંક કરવામાં આવી. તેમાં માન.અધ્યક્ષ તરીકે જેસાવાડાથી રામાભાઇ માનાભાઇ પરમાર અને મંત્રી વિજાગઢથી ભરતભાઇ કાનજીભાઇ મકવાણાની વરણી સર્વાનુમતે કરવામાં આવી અને આ નિમણૂંક આખી સભાએ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી.જેથી રોહિત સમાજ પંચ દાહોદ વિભાગ બારા પંચની કામગીરી રાબેતા મુજબ હોદ્દેદારો સંભાળશે તે તમામ રોહિત ભાઈઓએ નોંધ લેવી. સામાજિક કક્ષાએ ઉદ્ભવતા પ્રશ્નોના સમાધાન માટે ગામ લેવલે નવી સમિતિઓ બનાવવા માટે નિર્ણય લેવાયો

Back to top button
error: Content is protected !!