અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત પ્રાંત 79મું પ્રાંતિક અધિવેશન કાલોલ ના મહિલા દિપ્તીબેન પરીખ ના પ્રમુખ સ્થાને મળ્યુ
તારીખ ૧૨/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત પ્રાંત આયોજિત ૭૯ મું પ્રાંતિક અધિવેશન પાટણ શ્રી અખિલ હિન્દ મહિલા પરિષદના યજમાન પદે બી.ડી. સાર્વજનિક વિદ્યાલય સભાગૃહ ખાતે ગુજરાત શાખા ના પ્રમુખ દિપ્તીબેન પરીખ ના પ્રમુખ સ્થાને યોજાયુ હતું.આ અધિવેશનમાં અધ્યક્ષ ભારતીબેન યશવન્તભાઈ ઝવેરી (મુંબઈ-પાટણ) હાજર રહ્યા હતા.ચેરપસૅન દીપ્તિબેન પરીખ તથા મુખ્ય અતિથિ તરીકે ભિખિબા બળવંતસિંહજી રાજપૂત (ગોકુલ પરિવાર, સિધ્ધપુર) હાજર રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે ડૉ.કિરીટભાઈ પટેલ (ધારાસભ્ય, પાટણ ઉ.ગુ.),ડૉ. યશવન્તભાઈ ઝવેરી (શ્રી પાટણ જૈન મંડળ) તૃપ્તિબા મેઘદીપસિંહ રાઓલ (સામાજિક કાર્યકર) ગાંધીનગર, ગુજરાત ઝુઝારસિંહજી સોઢા (પૂર્વ પ્રમુખ,રોટરી કલબ,પાટણ) ની વિશિષ્ટ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અખિલ હિંદ મહિલા પરિષદ ગુજરાત શાખા ના પ્રમુખ દિપ્તીબેન પરીખ અને મંત્રી અંજુબેન મહેતા, ગુજરાત શાખા ના ટ્રસ્ટ પ્રમુખ ર્ડા. લક્ષ્મીબહેન ગાંધી,વર્ષાબહેન ઠકકર (ઝોનલ ઓર્ગેનાઈઝર), ડૉ. લીલાબેન મહેન્દ્રકુમાર સ્વામી (મંત્રી ભગિની સમાજ-પાટણ), એડવોકેટ સંધ્યાબહેન પ્રધાન (મંત્રી મહિલા મંડળ, પાટણ) ની વિશિષ્ટ ઉપસ્થિતમાં ગુજરાત પ્રાંતનું અધિવેશન પાટણ શાખા ને પ્રથમવાર યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અધિવેશન હતું જેમાં ગુજરાત શાખા ની તમામ શાખાઓની મોટી સંખ્યામાં મહિલાઓ આ અધિવેશનમા હાજરી આપી પાટણ શાખા ના યજમાન પદે આ અધિવેશન ને સફળ બનાવ્યું હતું.