BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરાના વેંગણી ગામમાં પાણી માટે આક્રોશ: 10 વર્ષથી પાણી વિહોણા ગામમાં સ્થાનિકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, પોલીસે અટકાવ્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેમણે તાલુકા પંચાયતના સભ્યો અને ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!