કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે રઘુવંશીઓ માટે સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા વિવિધ પ્રકલ્પો ઉપર કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં સંપર્ક, સેવા, ધાર્મિક પ્રસંગોની ઉજવણી, શિક્ષણ, આરોગ્ય માટે કાર્ય થઈ રહ્યું છે આમાંનો એક પ્રકલ્પ આરોગ્ય માટે આજરોજ આ સંસ્થા દ્વારા જુનાગઢ મંગલમ ઈન વીટ્રો લેબોરેટરી ના સહયોગથી સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં લોહીના કણો, ડાયાબિટીસ, લીવર, કિડની, થાઇરોડ, સાંધાના દુખાવા, વિટામિન બી 12, લોહીમાં ચરબી નું પ્રમાણ, લોહીનું ગ્રુપ, ત્રણ મહિનામાં એવરેજ સુગર નું પ્રમાણ વગેરે 15 પ્રકારના રોગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું લોહાણા ક્રાંતિ સેનાનાં સ્થાપક વિજય કારીયાનાં જણાવ્યા પ્રમાણે આ કેમ્પમાં 180 જેટલા રઘુવંશી ભાઈઓ બહેનોએ ચેકઅપ કરાવેલ હતું આ કેમ્પના સફળ આયોજન માટે ડો સ્નેહલ તન્ના, કિરીટ કારીયા, કેયુર કારીયા, ડી.જી. પોપટ, દિનેશ કાનાબાર, અજય દત્તા, ભાવેશ રાભેરુ, મેહુલ તન્ના દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ