વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૨૧ ઓક્ટોબર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ નવ સંવર્ગોના પદાધિકારીઓની મહત્વની રાજ્ય કારોબારી બેઠક તથા સાધારણ સભા બાકરોલ, આણંદ ખાતે ૨૦મી ઓક્ટોબરના રોજ યોજાઈ. સમગ્ર ગુજરાતમાં થયેલ સદસ્યતા અભિયાનનું વૃત્ત નિવેદન તથા સંગઠનાત્મક ગતિવિધિઓ , રચનાત્મક કાર્યક્રમો, મારી શાળા મારું તીર્થ, પ્રાચાર્ય સંવાદ જેવા આગામી સમયના કાર્યક્રમ સહિત *સંગઠન દ્વારા વર્ષભરના થયેલ અનેક કાર્યક્રમોની માહિતી સહિતની અન્ય બાબતો* અંગે જાણકારી આપવામાં આવેલ હતી. શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે દરેક જીલ્લામાંથી દરેક સંવર્ગોના પદાધિકારીઓ રાજ્ય કારોબારી સમક્ષ રજુઆત કરેલ હતી. ખાસ કરીને સરકારી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના બદલી કેમ્પ યોજવા, બદલી થયેલા શિક્ષકોને છૂટા કરવા, વાહન ભથ્થું આપવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાના રોકડ રૂપાંતર નો લાભ, 2005 પહેલાંના શિક્ષકોને કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના અમલમાં લાવવા માટેનો ઠરાવ ઝડપથી બહાર પાડવા, 2005 પછી નોકરી લાગ્યા છે એ તમામ કર્મચારીઓ માટે આગામી સમયમાં ઓલ્ડ પેન્શન યોજના માટેની રણનીતિ, ફિક્સ પગાર સમયની પાંચ વર્ષની નોકરીનો ગાળો નિવૃત્તિ વખતે ગ્રેજ્યુટી માટે ગણવો, 25 લાખનો કેશલેસ મેડીક્લેમ, કોન્ટ્રાક્ટ તથા ફિક્સ પગારની યોજના બંધ કરવી, એન.પી.એસ. વાળા કર્મચારીઓના ઝડપથી ખાતા ખોલવા, ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને આર.ટી.ઈ. ના નિયમો લાગુ કરવા ફાજલનું કાયમી રક્ષણ આપવું તથા 4200 ગ્રેડ પે આપવો, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન કામગીરી નું અતિશય ભારણ તથા આચાર્ય સંવર્ગને પડતી મુશ્કેલીઓ, દરેક શાળાઓમાં મહેકમ અનુસાર સો ટકા કાયમી ભરતી, 50% મોંઘવારી થઈ ગઈ હોવાથી પગારમાં મર્જ કરવા તને અનુરૂપ ઘરભાડું આપવા તથા કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે એ મુજબ ૩% મોંઘવારી ભથ્થાને દીવાળી પહેલા જાહેર કરવા, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકની ભરતીમાં બહાર પાડેલ નવા નિયમોની સમીક્ષા, ક્લાર્ક તથા પટાવાળાની ભરતી તથા અન્ય બાબતો પર વિચાર વિમર્શ કરવામાં આવેલ હતો. પ્રાથમિક શાળાઓમાં કામ કરતા અને લાયકાત ધરાવતા શિક્ષકોને પણ અન્ય પરિક્ષાઓમાં બેસવા માટે છૂટ આપવા જેવી અનેક બાબતો અંગે કારોબારી બેઠકમાં રજુ થયેલ બાબતો અંગે ઠરાવ કરી શિક્ષણ મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરવામાં આવશે. *છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠન દ્વારા થયેલા અનેક પ્રયત્નોથી ઉકેલવામાં આવેલા પ્રશ્નો ના કારણે* ગુજરાત માં સંગઠનને મળેલા પ્રતિસાદના કારણે આ વર્ષે સંગઠન માં સદસ્યતા નો મોટો વધારો થયેલ છે. ગુજરાત પ્રાંત કારોબારી બેઠકમાં અખિલ ભારતીય તેમજ પ્રાંતના પદાધિકારીઓ મહેન્દ્ર કપૂર (અ.ભા સંગઠન મંત્રી), મોહન પુરોહિત (અતિ. મંત્રી, અ.ભા), પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ તેમજ સંગઠન મંત્રી સરદારસિંહ મછારે વિસ્તૃત માર્ગદર્શન આપેલ હતુ. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છ ના પદાધિકારીઓમાં પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી, કચ્છ માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ ઉપાધ્યક્ષ રૂપેશભાઇ સોલંકી, પ્રાથમિક સરકારી કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક રાજ્ય પ્રતિનિધિ પુનશીભાઈ ગઢવીએ ઉપસ્થિત રહી કચ્છના શિક્ષણ જગતના તેમજ શિક્ષકોના પ્રશ્નોને વાચા આપેલ હતી, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.