અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ નગરમાં પંચાલ રોડ પર પાણી ભરાતા રહીશોમાં રોષ, રજુઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી નહિ ના આક્ષેપો
હાલ સ્વછતાના દાવા અહીં ખોટા સાબિત થતા હોય તેવી સ્થિતિ જોવા કેમ કે હાલ વરસાદ નથી છતાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા જેને લઇ ગંદકી વધવાની શક્યતા રહેલી છે તો બીજી બાજુ તાલુકા માં આવેલ નવા તાલુકા વિકાસ અધિકારી ગંદકી સંપૂર્ણ દૂર કરી સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા ઠેળ ઠેળ પ્રયત્નો કરી રહ્યાં છે મેઘરજ ગ્રામ પંચાયત જાણે કાને સાંભરતી ના હોય તેવો ઘાટ હાલ દ્રશ્યો જોઈને કહી શકાય છે બારે માસ ભરાઈ રહેતા પાણી થી રાહદારીઓ વાહનચાલકો પરેશાન થયાં છે તો બીજી બાજુ નજીક શાળા પણ આવેલી છે છતાં આ પાણી ભરાયા ની પરિસ્થિતિ દૂર થતી નથી જેણે લઇ હાલ સ્વછતા અભિયાન વચ્ચે રહીશો પરેશાન થયાં છે ભરાઈ રહેલ પાણી ન કારણે મચ્છરો નો ઉપદ્રવ વધે તેની શક્યતા રહેલી છે ત્યારે સ્વછતા ના નામે થઇ રહ્યાં છે તાયફા કે શું..? ગંદકી દૂર થશે કે નહિ…? સરગતા સવાલ ઉભા છે હાલ તો ઝડપથી પાણી નો નિકાલ થાય અને ગંદકી દૂર થાય તેવો લોકો ઈચ્છી રહ્યા છે