ઝઘડિયાના હિંગોરિયા-હરીપુરા માર્ગમાં ‘તકલાદી’ કામના આક્ષેપો — સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ

ઝઘડિયાના હિંગોરિયા-હરીપુરા માર્ગમાં ‘તકલાદી’ કામના આક્ષેપો — સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષ
ઝઘડિયાના હિંગોરિયા-હરીપુરા માર્ગમાં ‘તકલાદી’ કામના આક્ષેપો: સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ
અને આજ માર્ગ પર હરીપુરા અને રાજપરા ને જોડતા મીની બ્રિજ પર કોન્ટ્રાકટર દ્વારા તકલાદી તેમજ ગોબાચારી ના આક્ષેપો કર્યા હતા.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં નવનિર્મિત માર્ગના કામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપો બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માર્ગનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયાથી હરીપુરાને જોડતા નવનિર્મિત માર્ગનું કામ વિવાદમાં આવ્યું છે. સ્થાનિક રહીશોએ આ માર્ગના નિર્માણમાં તકલાદી કામગીરી થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને ભરૂચના સાંસદ અને વરિષ્ઠ નેતા મનસુખ વસાવાએ આજે આ માર્ગનું સર્વગ્રાહી નિરીક્ષણ કર્યું હતું.સાંસદે માર્ગની ગુણવત્તા રૂબરૂ ચકાસી હતી અને સ્થાનિકોની ફરિયાદોને ધ્યાનથી સાંભળી હતી.પ્રાથમિક નિરીક્ષણ બાદ સાંસદ વસાવાએ આ મામલે સત્વરે પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો હતો કે જો કામગીરીમાં ખરેખર અનિયમિતતા જણાય તો જવાબદાર કોન્ટ્રાકટર પર નિયમ મુજબની કડક કાર્યવાહી કરવામાં આવે.સ્થાનિક લોકોની રજૂઆત પર સાંસદે કરેલા આ તાત્કાલિક નિરીક્ષણથી માર્ગના નબળા કામની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે કેવા પગલાં લેવાય છે અને માર્ગની ગુણવત્તા સુધરે છે કેમ માર્ગના તકલાદી કામગીરીના આક્ષેપો અને સાંસદના નિરીક્ષણ બાદ તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
ઈરફાન ખત્રી
રાજપારડી 











