થરાદના રસ્તાઓ ઉપર દર્દી વગરની દોડતી ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલેશો ! ઇમરજન્સી સાયરનના કારણે વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
*//થરાદના હાઇવે ઉપર આવેલા વેપારીઓએ વારંવાર ડોક્ટરોને રજૂઆત કરી પરંતુ ડોક્ટરોના કાન આડા હાથ//* *//થરાદના જાહેર રસ્તાઓ ઉપર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સો દર્દીઓ વગર સાયરન વગાડી કોના ઈશારે પૂર ઝડપે દોડાવતા ચાલકો
વાત્સલ્યમ્ સમચાર પ્રવીણ ભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આરોગ્યની વાત આવે એટલે ઈમરજન્સી શબ્દ પણ આવતો જ હોય છે ત્યારે કોઈ પણ પ્રજાજન અને કોઈપણ દુઃખ રોગ કે દર્દ થાય ત્યારે ઈમરજન્સી સેવા હોવી ખૂબ જરૂરી છે ત્યારે તે ઈમરજન્સી સેવાનું નામ એમ્બ્યુલન્સ રાખવામાં આવ્યુ છે જેમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને તે ડોક્ટરથી ન પહોંચી વળાતું હોય તો તેને બહાર લઈ જવા માટે ઈમરજન્સી એમ્બ્યુલન્સ નો ઉપયોગ કરી અને બીજી ટ્રાન્સફર કરવામાં આવે છે તેમજ કોઈપણ દર્દીને ઘરે ઈમરજન્સી કોઈ થઈ ગયું હાર્ટ એટેક જેવી બીમારી થઈ ગઈ તો તે હોસ્પિટલને ટેલીફોન જાણ કરે છે અને હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ લેવા માટે આવતી હોય છે અને દર્દીને તાત્કાલિક સારવાર મળતી હોય છે પરંતુ થરાદ ખાનગી હોસ્પિટલ મા આવેલી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સો થરાદના રોડો ઉપર પૂર ઝડપથી અને કોઈપણ એમ્બ્યુલન્સમાં દર્દી ન હોય તો પણ ઝડપે દોડતી હોય છે અને તેનું સાયરન વગાડતી હોય છે આના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમજ
બીજા વાહન ચાલકો અને રોડોની આજુબાજુના વેપારીઓ પરેશાન થતા હોય છે થરાદની ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલેશનમાં કોઈ દર્દી ન હોય કોઈ ઇમરજન્સી સારવાર ન હોય છતાંય રોડ ઉપર એમ્બ્યુલન્સના ડ્રાઈવરો સાયરન વગાડી અને આમ પ્રજાને હેરાન કરતા હોય છે અને પૂર ઝડપે ગાડીઓ ચલાવતા હોય છે અને ક્યારેક ક્યારેક તો અકસ્માત પણ સર્જાતું હોય છે તો આનુ જવાબદાર કોણ ત્યારે થરાદના કેટલાક જાગૃત વ્યાપારી લોકોએ થરાદની ખાનગી ડોક્ટરોને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમારી એમ્બ્યુલેશનમાં કોઈ દર્દીના હોય તો પણ એમ્બ્યુલન્સ રોડ ઉપર સાયરન વગાડી અને દોડતી હોય છે જે કોઈ કામ વગરની દોડતી હોય છે તેમજ થરાદ પોલીસમાં પણ વેપારીઓ જાણ કરી
છે આથી થરાદના જાગૃત અને વેપારીઓની માંગ ઉઠી છે કે થરાદ પોલીસ દ્વારા આવી એમ્બ્યુલેશનની તપાસ કરે અને જવાબદારો ઉપર કાર્યવાહી કરવા માંગ…..
બોકસ:- એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ના હોય તો પણ ડ્રાઈવરો સાયરન ચાલુ રાખી અને પૂર ઝડપે એમ્બ્યુલન્સ દડાવે છે
———————————
હાઇવે ઉપર આવેલ એક દુકાનદારે જણાવ્યું હતું કે થરાદની ખાનગી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તેમાં ડ્રાઈવરો પોતાની મનમાની કરે છે અને રીલો ઉતારે છે જેમાં એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોય તો પણ સાયરન ચાલુ રાખી અને હાઇવે ઉપર પૂર ઝડપે એમ્બ્યુલન્સ દોડાવે છે અને પોતે પોતાના મોબાઈલની રીલો ઉતારવા માટે બીજા વેપારીઓ અને વાહન ચાલકોને પરેશાન કરે છે ડોક્ટરોને રજૂઆત કરવી પરંતુ ડોક્ટરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે…..