સાગબારા તાલુકાના અમિયાર ગામે પાંચ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજી,
વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા : ડેડીયાપાડા
સાગબારા તાલુકાના અમિયાર ગામે પાંચ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજી હતી. આ તાલીમમાં કુલ ૨૭ જેટલા પુરુષ-મહિલા ખેડૂતોમિત્રો જોડાયા હતાં. પ્રાકૃતિક કૃષિની તાલીમ દરમિયાન ટેકનિકલ માસ્ટર ટ્રેનર અનસુયાબેન સોમાભાઈ વસાવા અને ફાર્મર માસ્ટર ટ્રેનર શંકરભાઈ વેચીયાભાઈ વસાવાએ રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિ અસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદાના અન્ય તાલુકાઓ સહિત ગામોમાં પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે
.