AMRELIAMRELI CITY / TALUKORAJULA
રાજુલાના ભાક્ષી ગામ પાસે આવેલ ધાતરવડી-૧ સિંચાઈ યોજના ૯૦ % ભરાયો : હાઈ એલર્ટ
નીચવાસના ધારેશ્વર, નવી-જૂની માંડરડી, ઝાંપોદર, રાજુલા ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના
અમરેલી તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ (બુધવાર)
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી ઉપર આવેલ ધાતરવડી-૧ સિંચાઇ યોજના આજ રોજ તા. ૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ને બુધવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે ડીઝાઇન સ્ટોરેઝના ૯૦ % કરતા વધુ સપાટી ભરાયેલ હોય હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ જળાશયમાં પાણીની આવક શરુ હોય આથી આ જળાશયમાં પાણીની આવક વધતા આ જળાશય ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. રાજુલા તાલુકાના નીચવાસના ધારેશ્વર, નવી-જૂની માંડરડી, ઝાંપોદર, રાજુલા ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ નાગરિકોને સાવચેતી રાખવા અમરેલી ફ્લડ સેલ વાયરલેસ ઓપરેટરએ એક યાદીમાં જણાવ્યુ છે.
રિપોર્ટ : અશોકભાઈ મકવાણા (અમરેલી )