યોગેશ કાનાબાર રાજુલા
ભરચક્ક રોડ વચ્ચે વેહેતા ગંધાતા ગટરના પાણી વચ્ચે વિકાસ : જાફરાબાદ લાઈટ હાઉસ અને બંદચોક ના જાહેર રોડ ઉપર ઘણા સમયથી વહેતાં દુર્ગંધ મારતું ગટરના પાણી
જાફરાબાદ બંદરચોક તથા લાઈટ હાઉસ ના જાહેર રોડ ઉપર ઘણા સમયથી વહેતાં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર ચડ્યા છે. અહીં મોટી સંખ્યામાં રાહદારીઓ પગપાળા લાઈટ હાઉસ ના રમણીય અરબી સમુદ્રનો નજારો માણવા જતા હોય પરંતુ અહીં આવેલ મેન રોડ કે જ્યાંથી પસાર થવું પડે તે જ રોડ ઉપર રહેણાંક મકા માલિક નું ગટરનું મળમૂત્ર તથા સાબુ ના ફીણ વાળું પાણી રોડ ઉપર વહી રહ્યું હોય પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ જાતની સાફસફાઈ જેવી કામગીરી કરવામાં આવતી નથી ગંદકીમાં ગરકાવ ડ્રેનેજ નું ગંદુ પાણી દુકાન ધરાવતા દુકાનદારોના પગ નીચે થી વહેતું હોવાથી તેમજ ભરચક્ક બજાર સુધી આ ગંધાતા ગટરના પાણી લોકોના પગ નીચે આવી રહ્યા છે. પરંતુ જવાબદાર અધિકારી નુ પેટનું પાણી પણ હલતું નથી આ ગટરના દુર્ગંધ મારતા પાણી ના લીધે દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બહોળી સંખ્યામાં રાહદારીઓ નો અવર-જવર વાળા રોડ ઉપરથી વહી રહ્યું છે. જેને લઈ રોગચાળો ફાટી નીકળવાની દહેશત મળતી માહિતી મુજબ અનેક રજૂઆતો છતાં આ બાબતે જાફરાબાદ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અહીં ના લોકો નર્ક સમાન જિંદગી જીવવા મજબૂર જાગૃત જણો દ્વારા અનેકવાર રજૂઆતો પરંતુ કુંભકર્ણની નિદ્રામાં સુતેલું પાલિકા તંત્ર કામગીરી કરવામાં આવતી નથી ઘણા સમયથી સમસ્યા એમની એમ અહીંયા મોટી માત્રામાં દુકાનો આવેલી હોવાથી ગ્રાહકો આ ભરેલા ગંદા પાણી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને આ ગંદવાડા ના લીધે માંદગી માં સપડાય રહ્યા છે. સ્વચ્છ ભારત ના સપના ને સાકાર કરવા વડાપ્રધાન દ્વારા અનેક ઉપાયો કરવામાં આવ્યાં છે. તેમાંનો એક ઉપાય એટલે જાહેર માં ગંદકી ના થાય એટલે ગુજરાત ના દરેક ગામ અને શહેરમાં ભૂગર્ભ ગટર યોજના લાગુ કરવામાં આવી આ યોજના ને શરૂ કરવા પાછળ નો ઈરાદો ખુબજ સારો છે. પરંતુ કેટલાક તત્વો દરેક જગ્યાએ થી આર્થિક લાભ મેળવવાનો અવસર શોધતા હોય છે. તે ના કારણે આ યોજના ગંદકી દૂર કરવાનાં બદલે ગંદકી વધારવાનું કારણ બની ગઈ છે. ભૂગર્ભ ગટર દ્વારા થતી ગંદકી ની ફરિયાદો આવવા લાગી છે. આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા થી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. ભૂગર્ભ ગટરના ગંધાતા પાણી તથા રોડ ઉપર કાદવકીચડ નું સામ્રાજ્ય ફેલાયું છે. નગરપાલિકા દ્વારા દરેક સ્તરે વેરો વસુલી કરતા હોવા છતાં કોઈપણ જાતની જવાબદાર અધિકારી દ્વારા સાફસફાઈ કરવામાં આવતી નથી છેલ્લા ઘણા સમયથી લોકો આ ગંધાતા પાણી ના લીધે પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોના લોકો રાતમધરાત્રે આ ગટરના દુર્ગંધ મારતા પાણી માંથી પસાર થવું પડતું હોય છે. આ ગંદકી ના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં અહીં ના લોકો ને રોગચાળો ફેલાવાની દહેશત છે. કારણ કે નાના ભૂલકાઓ માં મેલેરીયા, ડેંગ્યૂ જવા તાવ પગપેસારો કરે તે પહેલાં પાલિકા ના જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સાફસફાઈ કરવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ તેવું અપનાવવામાં આવશે પાલિકા ધી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ વીથ રૂલ્સ માં આપેલ કાયદા મુજબ કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી પાલિકા ની અણ આવડત ના લીધે બંદચોક ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડ ઉપર રાહદારીઓ આ ગંદા પાણી માંથી પસાર થવું પડી રહ્યું છે. નગરપાલિકા ના પાપે શહેરીજનો બદતર સ્થિતિમાં જીવી રહ્યા છે. એક તરફ હાઈમાસ લાઈટ ટાવર ની અમુક લાઈનબંધ હોય તે શરૂ કરવા માટે નગરપાલિકા ગોકુળ ગાયની ગતિએ કામ થઈ રહ્યું છે. વેરા ઉઘરાવવામાં પોતાને શૂરવીર સમજતી જાફરાબાદ નગરપાલિકા નાગરિકોને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. નગરપાલિકા ની પ્રિ મોન્સુન કામગીરી કાગળ પરજ છે. તે સાબિત કરી દીધી છે.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel