AMRELILILIYA

લીલીયા તાલુકા પેન્શનર સમાજની મીટીંગ અમરેલી જિલ્લા પેન્શનર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળી

અનેક મહાનુભાવોની ઉપસ્થિત

લીલીયા તાલુકા પેન્શનર સમાજની મીટીંગ અમરેલી જિલ્લા પેન્શનર સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળી

લીલીયા મોટા ખાતે કડવા પાટીદાર સમાજના કૂળ દેવી ઉમિયા માતાજીના મંદિર ખાતે આજે સવારે તા 23/6/2025 ને સવારે 10:00 કલાકે લીલીયા તાલુકા પેન્શન સમાજની મીટીંગ અમરેલી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ રાજુભાઈ મહેતાની અધ્યક્ષતામાં મળી હતી આ મિટિંગ આ પ્રસંગે સૌ પ્રથમ ઉમિયા માતાજીની પ્રતિમાની વંદના કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી રાજુભાઈ મહેતા સહિતના આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ લીલીયા તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ બાબુભાઈ ધામત આમંત્રિત મહેમાનોને શાબ્દિક રીતે આવકારી તાલુકા પેન્શનર સમાજ દ્વારા થતી પ્રવૃત્તિ વિશે જાણકારી આપી ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ થી સન્માન કરેલ ત્યારબાદ તાજેતરમાં અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર સદગત આત્માઓ અને લીલીયા પેન્શનર સમાજના બળવંતભાઈ દવે,વિનુભાઈ માઢક,નાથાભાઈ પોલરા નું બીમારી બાદ અવસાન થતા તેમને ઉપસ્થિત સૌ લોકોએ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી આ તકે અમરેલી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ રાજુભાઈ મહેતા સહિત વિવિધ તાલુકા માંથી ઉપસ્થિત પેન્શનર સમાજના હોદ્દેદારો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત પેન્શનરોને વિવિધ યોજના અને સરકાર તરફ થી મળતા લાભોથી માહિતગાર કર્યા હતા આ તકે તાલુકા પેન્શનર સમાજના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ત્રિવેદી સહિત ભાસ્કરભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પરમાર, રામકુભાઈ ભુવા,હિંમતભાઈ પટેલ,જયંતીભાઈ વડ્રા સહિતના પેન્શનર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાનુભાઈ કાલાવડીયા અને કિશોરભાઈ જોશી એ કરેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Back to top button
error: Content is protected !!