AMRELIBAGASARA

મીની બસ પલ્ટી મારી જતા એક નું મોત

મીનીબસ પલટી જતાં એકનું મોત

યોગેશ કાનાબાર રાજુલા

બગસરા નટવરનગરમાં રહેતા રમેશભાઈ ગોબરભાઈ માટીયા નામનાં ૩૩ વર્ષિય યુવક લાઠી તાલુકાના ચાવંડ ગામે ભરવાડ સમાજનો સમુહ લગ્નોત્સવ હોય ત્યાં ગયેલ હોય, જ્યાંથી લગ્નમાં હાજરી આપ્યા બાદ પોતાના ઘરે જવા માટે થઈ પરત અમરેલી આવેલ હતા. બપોરના આશરે અઢી વાગે તેઓ અમરેલીથી બગસરા જવા માટે નાગનાથ બસ સ્ટેન્ડથી રીયલ ટ્રાવેલ્સની પ્રાઇવેટ મીની બસ નંબર GJ11T 1772માં બેસીને બગસરા જવા માટે નીકળેલ હતા ત્યારે તેમની સાથે સોમાભાઈ અમરાભાઈ ટોટા, લાલભાઈ સોમાભાઈ જાપડી, કાનાભાઇ જીણાભાઈ માટીયા, કિશોરભાઈ બાલાભાઈ ઘોડાભાઈ, દેવરાજભાઈ દાભલા, તથા બીજા સભ્યો તથા ત્રણેક તેમના સમાજના બહેનોએ રીતેના બધા નાગનાથ બસ સ્ટેન્ડ થી રીયલ ટ્રાવેલ્સની પ્રાઇવેટ મીની બસ માં બેસીને બગસરા જવા માટે નીકળેલ હતા ત્યારે અમરેલીથી આશરે પાંચેક કિમી દુર જાળીયા ગામના પાટીયા પાસે રોડ ઉપર પહોંચેલ હતા. ત્યારે આ ટ્રાવેલ્સ બસના ડ્રાઇવરે પોતાની ટ્રાવેલ્સ બસ પુર ઝડપે અને બેફિકરાઇથી હંકારી બસના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અચાનક ટ્રાવેલ્સ બસને પલટી ખવડાવી દીધેલ જેથી બસમાં બેસેલ પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થયેલ હતી. જેમા અમારી સાથેના સોમાભાઈ અમરાભાઈ ટોટા (ઉવ ૫૦, રહે બગસરા) બસની દરવાજા નજીક અંદર ઉભેલ હતા તેઓ આ ટ્રાવેલ્સ બસ પલટી ખાવાથી બસના દરવાજાથી બારીના ભાગે નીચે આવી જઇ દબાઇ ગયેલ હતા તે દરમ્યાન બસનો પાછળનો કાંચ તુટી ગયેલ હતો તેમાથી અમો બધા પેસેન્જર બસમાથી બહાર નીકળેલ હતો અને બહાર નીકળી અમો બધાએ જોયેલ તો આ સોમાભાઇ અમરાભાઇ ટોટાના કમરથી નીચેના ભાગે બસ નીચે દબાયેલા હતા અને તેમને બંને પગના ભાગેથી દબાણ આવવાથી અસહય દુ:ખાવો થતો હોય, જેથી બસના ડ્રાઇવર તથા કંડક્ટર તેમજ અન્ય પેસેનજરોએઓ બસ ઉચી કરી સોમાભાઇને બસ નીચેથી બહાર કાઢેલ હતા. આ સોમાભાઈને શરીરે ડાબા પગના સાથળથી નીચેના ભાગે પગ સુધી તથા જમણા પગના પંજા ઉપર છુંદાઈ ગયેલ હતો. અને થોડા સમયબાદ સોમાભાઇ બેભાન થઈ ગયેલ અને કંઈ બોલી શકતા ન હતા તેમ જ આ ટ્રાવેલસમાં બેસેલ બીજા અન્ય સાત આઠ માણસોને નાની મોટી ઇજાઓ થયેલ હોવાનુ જણાવેલ હતુ.
ત્યારબાદ કોઇએ ૧૦૮ ને ફોન કરી બોલાવેલ હતી જેથી થોડીવારમાં ૧૦૮ આવી સોમાભાઈ અમરાભાઈ ને ૧૦૮ માં બેસાડી અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવી સોમાભાઇને દાખલ કરેલ હતા. ત્યારે ફરજ પરના ડોક્ટરએ સોમાભાઇ અમરાભાઇ ટોટાને મરણ જાહેર કરેલ હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!