BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પર બાઈક અકસ્માત:બાઈક ડિવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું મોત, ભાઈ ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવરબ્રિજ પર એક દુર્ઘટના સામે આવી છે. ધન્વીન પીગમેન્ટ કંપનીના રૂમમાં રહેતા બે ભાઈઓ બાઈક પર કંપનીથી પાનોલી ગામ તરફ જઈ રહ્યા હતા. 18 વર્ષીય વિવેકકુમાર ફુલચંદ મંડલ બાઈક ચલાવી રહ્યો હતો અને તેની સાથે તેનો ભાઈ ચંદનકુમાર સવાર હતો.
બાઈક પાનોલી રેલવે ઓવરબ્રિજની સાઈડના ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બન્ને ભાઈઓ નીચે પટકાયા હતા. બન્નેને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
મોડી સાંજે સારવાર દરમિયાન વિવેકકુમાર મંડલનું મૃત્યુ નિપજ્યું છે. પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.