GUJARATJUNAGADHMENDARDA

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે. વિસ્તારના મોબાઇલ ફોન નંગ-૨૦ જેની કુલ કિ.રૂ.૩,૭૫,૮૦૦/-ની છે.મોબાઇલ ફોન શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મેંદરડા પો.સ્ટે. વિસ્તારના મોબાઇલ ફોન નંગ-૨૦ જેની કુલ કિ.રૂ.૩,૭૫,૮૦૦/-ની છે.મોબાઇલ ફોન શોધી તેના મુળ માલિકોને પરત કરતી મેંદરડા પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી નીલેશ ઝાંઝડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.આર.ઓડેદરા સાહેબનાઓના એ ખોવાયેલ મોબાઇલ સહિતની કિંમતી વસ્તુઓ ટેકનોલોજી તથા પોલીસ સંસાધનોનો ઉપયોગ કરી ત્વરિત શોધી પરત કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે વિસાવદર ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહીતકુમાર સાહેબનાઓના આગેવાનીમા મેંદરડા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી પી.સી.સરવૈયા સાહેબ નાઓની ટીમ દ્વારા મેંદરડા પો.સ્ટે વિસ્તારમાં નાગરિકોના ખોવાઇ ગયેલ તથા ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલનો ઉપયોગ કરી ટ્રેક કરી કુલ વીસ મોબાઇલ ફોન શોધી કાઢેલ છે.આ ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન નંગ-૨૦ જેની કુલ કિંમત રુ.૩,૭૫,૮૦૦/- થાય છે. અને આજ તા.૦૨/૦૯/૨૦૨૫ ના રોજ મેંદરડા પો.સ્ટે ખાતે ” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમનુ આયોજન કરી આ તમામ મોબાઇલ ફોન તેના મુળ માલીકોને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.ચાલુ વર્ષ દરમિયાન મેદરડા પોલીસ દ્વારા કુલ રૂપીયા નવ લાખની કિંમતના ૫૦ જેટલા મોબાઇલ ફોન નાગરીકોને પરત આપવામા આવ્યા છે. તેમજ હજુ પણ અન્ય મોબાઇલ શોધવાની કામગીરી ચાલુ છે.આ કામગીરી મેંદરડા પો.સ્ટે ના પો.ઇન્સ. પી.સી.સરવૈયા સાહેબ તથા ASI એસ.ડી સોંદરવા તથા ASI ડી.એન.ગળચર તથા PC રાકેશસિંહ બી. દયાતર વિગેરે સ્ટાફ દ્વારા સાથે મળી કરવામા આવેલ છે

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!