GUJARATTHARADVAV-THARAD

11 વર્ષથી પોલીસને ચકમો આપતો દારૂના ગુનાનો આરોપી આખરે એલસીબીના જાળમાં!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

વાવ-થરાદ: વાવ-થરાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)એ માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર ચાલતા આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે માવસરી પોલીસને સોંપ્યો છે.

 

પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ, પાલનપુર) તથા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી હાથ ધરી હતી.

 

તપાસ દરમિયાન હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી મળેલી માહિતીના આધારે માવસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો રજીસ્ટર નંબર 5005/2015 હેઠળ નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા 11 વર્ષથી સી.આર.પી.સી. કલમ 70 મુજબ નાસતા ફરતા આરોપીનું લોકેશન મેળવી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

પકડાયેલા આરોપીની ઓળખ દલપતસિંહ દેરાવરસિંહ ઉર્ફે દિલાવરસિંહ રાજપૂત (ભાટી) (ઉંમર 50), રહે. તાનુ માનસિંહ, તાલુકો ગડરા રોડ, જિલ્લો બાડમેર (રાજસ્થાન) તરીકે થઈ છે.

 

Back to top button
error: Content is protected !!