નવસારી: આદિજાતીના લાભાર્થીઓ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું :
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના આદિજાતીના લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજીઓ માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવી છે જે વિવિધ યોજનાઓ અંતર્ગત 1. કૃષિ વૈવિધ્યકરણ યોજના
<span;>(છેલ્લી તારીખ: 20/03/2025), 2. મંડપ યોજના (છેલ્લી તારીખ: 30/04/2025), 3. બકરા ઉછેર યોજના (છેલ્લી તારીખ: 30/04/2025), 4. રોટાવેટર/થ્રેસર યોજના(છેલ્લી તારીખ: 30/04/2025), 5. મીની ટ્રેકટર યોજના (છેલ્લી તારીખ: 30/04/2025), 6. સંકલિત ડેરી વિકાસ યોજના (છેલ્લી તારીખ: 30/04/2025),7. ફળાઉ ઝાડ રોપા માટે સહાય યોજના (છેલ્લી તારીખ: 30/04/2025),8.વ્યવસાય લક્ષી તાલીમ યોજના માટે (છેલ્લી તારીખ:28/02/2026) છે. જેનો આદિજાતિ લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવવાનું કે વેબસાઈટ *https://dsagsahay.gujarat.gov.in પર લોગીન કરવાથી તમામ યોજનાઓમાં એકસાથે અરજી કરી શકાશે.