GUJARATJAMNAGAR CITY/ TALUKO

જામનગરના અલિયાબાડા બી. એડ. કોલેજમાં અભિમુખતા કાર્યક્રમ યોજાઈ ગયો.

23 સપ્ટેમ્બર 2024
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

જામનગરના અલિયાબાડામાં દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય નવાં પ્રવેશ પામેલા તાલીમાર્થીઓને સાચું શિક્ષકત્વ સમજાવવા માટે મારી અપેક્ષાનો શિક્ષક શિક્ષક અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અઘ્યાપક ડો. પ્રશાંતભાઈ ચૌહાણ દ્વારા આચાર્ય ડો. રૂપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.તાલીમાર્થીઓમાં નવી પ્રેરણા, પ્રોત્સાહન આપવા માટે મોટી ખાવડી શાળાના આચાર્યશ્રી અમીરાજબા જાડેજા તથા જે.કે.વી. શાળાના આચાર્ય મેઘલબેન શેઠ ને વક્તા તરીકે બોલાવવામાં આવ્યા.

સંસ્થાના ટ્રષ્ટીશ્રી આદરણીય આશર સાહેબ કાર્યક્રમમાં હાજર રહયા. વક્તાશ્રી અમીરાજબાએ તાલીમાર્થીઓને તાજેતરમાં સરકારી શાળાનો શિક્ષક કેવો હોવો જોઈએ તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું. પોતાના અનુભવો જણાવી ઉદાહરણો વડે તાલીમાર્થીઓને પ્રેરીત કર્યા. આ ઉપરાંત વક્તાશ્રી મેઘલબેને તાલીમાર્થીઓને 6D નું સૂત્ર આપ્યું. જે દર્શાવે છે કે એક શિક્ષક Determined, Dynamic, Disciplined, Delightful, Distinct અને Dedicated હોવો જોઈએ. તેમજ પોતાની શાળામાં કરેલા પ્રયોગો, વિવિધ ઉદાહરણો , ઓડિયો અને વિડીયો દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. બંને વક્તાશ્રીઓએ મહાવિદ્યાલયના આ કાર્યક્રમના હેતુને સહજ રીતે સિધ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!