તા.૦૯.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ.નં.૧ પર એક અજાણ્યા વૃધ્ધનું કુદરતી બિમારીના કારણે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૩૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ.નં.૧ ઉપરથી ગોધરા તરફના છેડા પાસે કુદરતી બિમારીના કારણે ૬૫ વર્ષિય અજાણ્યા પુરૂષનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ સ્થાનીક રેલ્વે સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સહિત રેલ્વેના અધિકારીઓને થતાં તેઓ દ્વારા અજાણ્યા મૃત વૃધ્ધના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મૃત પામેલ આ અજાણ્યા વૃધ્ધ શરીરે પાતળા બાંધાનો ઉંચાઈ ૫ ફુટ ૫ ઈંચ, રંગે શ્યામવર્ણાે જેમના શરીરે પીળા કલરનું અડધી બાઈનું શર્ટ પહેરેલ છે.આ સંબંધે રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે