આણંદ 2 ડીજે વાહન માલિકો ને ૮૦ હજાર ઉપરાંતનો દંડ ફટકારવા માં આવીયો.
આણંદ 2 ડીજે વાહન માલિકો ને ૮૦ હજાર ઉપરાંતનો દંડ ફટકારવા માં આવીયો.
તાહિર મેમણ – આણંદ – 26/04/2025 – આણંદમાં વધુ અવાજે ડીજે વગાડતા વાહનોની ફરિયાદ મળતાં આણંદ એ.આર.ટી.ઓ દ્વારા આવાવાહનોનું આકસ્મિક ચેકીંગ કરતાં તેમાં આર.ટી.ઓ.ના નિયમોનો ભંગ થયાનું માલુમ પડતાં આવા બેડીજે વાહન માલિકોને રૂપિયા ૮૦ હજાર ઉપરાંતનો દંડ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ ડીજે વાહન નંબર GJ-02-2-0720 વાહનનું આરટીઓ અધિકારી અને તેમનીટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ કરતા વાહનનો વીમો, પીયુસી, ર્ફિટનેસ સર્ટી, પરમીટ પૂણ થઈ ગયેલાહતા, આ ઉપરાંત વાહનમાં પાછળના ભાગે નંબર પ્લેટના દેખાય તે રીતે અલગથી ગોઠવણ કરીએંગલ લગાવીને વાહન લાંબુ કરેલ હતું, જે નિયમ અનુસાર ન હોય આ વાહનને રૂપિયા ૪૫,૫૦૦/-અને વાહન નંબર GJ-07-00-0488 નું ચેકિંગ હાથ ધરતા વાહનની પરમીટ, ટેક્સ પૂર્ણ થઈ ગયેલાહતા, વાહનમાં પાછળના ભાગે નંબર પ્લેટના દેખાય તે રીતે અલગથી ગોઠવણ કરી એંગલ લગાવીનેવાહન લાંબુ કરેલ હતું. આમ આ વાહનને રૂપિયા ૩૭,૮૯૬/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.આમ, આણંદ આરટીઓ કચેરી દ્વારા આ બન્ને ડી.જે. વાહનના આકસ્મિક ચેકિંગ દરમિયાનઆર.ટી.ઓના નિયમનો ભંગ થતો હોય આ બંને વાહનો પાસેથી રૂપિયા ૮૦ હજાર ઉપરાંતનો દંડવસૂલ કરવામાં આવ્યો હોવાનું આરટીઓ અધિકારીશ્રી આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.